ગાંધીનગર-

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વડોદરામાં 4 ઇંચ વરસાદ પડ્યો, કચ્છના રાપરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો, પંચમહાલના ગોધરા અને શહેરામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો, બનાસકાંઠાના ડીસામાં પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો, સાબરકાંઠાના વિજયનગરમાં પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો, વડોદરાના પાદરામાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો, બનાસકાંઠાના દાંતામાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો, જ્યારે સાબરકાંઠાના ઇડરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમા હજું પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં બે વરસાદની સિસ્ટિમ સક્રિય થતા આગામી દિવસોમાં ભારે થી અતિભારે વરસાદની થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ સહિતના પથંકમાં વરસાદની આગાહી કરી છે, રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યારે હજુ પણ ગુજરાતમાં 35 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. જો કે સપ્ટેમ્બરમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.