ગાંધીનગર-

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી લોકોમાં ખુશાલીનો માહોલ છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 28 જિલ્લામાં વરસાદ પડયો છે. જેમાં 163 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડયો છે. સૌથી વધુ વરસાદ નર્મદાના ડેડિયાપાડામાં પોણા નવ ઈંચ પડયો છે. સાગબારામાં પોણા છ ઈંચ, પલસાણામાં પાંચ ઈંચ, સુરત શહેરમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્ચો છે. ઉમરપાડામાં સવા ચાર ઈંચ, નવસારીમાં ચાર, નેત્રંગમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.

જયારે ચિખલી, વાપી, જલાલપોરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડ, કામરેજ, ગણદેવી, ઉમરગામમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. વઘઈ, બારડોલી, ભાવનગર, ચોર્યાસીમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબકયો છે. ભરૂચમાં લાંબા સમય બાદ મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદ નોંધાયો છે. વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક છે.નોંધનીય છેકે 8 સપ્ટેમ્બર અને 9 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગે રાજયમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. જેમાં કેટલીક ઠેકાણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.