લખનઉ-

ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય હત્યાકાંડમાં મુખ્ય આરોપી અને ઈનામી ગેંગસ્ટરને ઉત્તર પ્રદેશ પોલીસે ઠાર એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે, આ ગેંગસ્ટર છે રાકેશ પાંડે એસટીએફ દ્વારા લખનઉમાં થયું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.

રાકેશ પાંડે ઉર્ફ હનુમાન પાંડેને ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. તેના પર એક લાખ રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું. રાકેશ પાંડે મુખ્તાર અંસારી અને મુન્ના બજરંગીનો નજીકનો હતો. લખનઉના સરોજનીનગરમાં એસટીએફ દ્વારા રાકેશ પાંડેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. મુન્ના બજરંગીની હત્યા બાદ રાકેશ પાંડે મુખ્તાર અંસારી ગેંગનો મોટો શાર્પશૂટર બની ગયો હતો. અનેક હત્યાના ગુનાઓમાં હતી સંડોવણી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મઉના કોપાગંજનો રહેવાસી રાકેશ પાંડેય ઘણા સનસનીખેજ ઘટનાઓમાં સામેલ હતો. મઉમાં ઠેકેદાર અજય પ્રકાશ સિંહ ઉર્ફ મન્ના સિંહ અને અન્યની ડબલ મર્ડરમાં મુખ્તાર અંસારીની સાથે ગંભીર ગુન્હામાં આરોપી હતો. એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા આ ઈનામી ગુન્હેગાર રાકેશ પાંડેયનો લાંબો અપરાધિક ઈતિહાસ રહ્યો છે. રાજધાની લખનૌ સહિત રાયબરેલી, ગાઝીપુર અને મઉમાં 10 કેસના મામલામાં ગંભીર કલમો નોંધાઈ છે. 

આ હત્યાકાંડમાં બાહુબલી મુખ્તાર અંસારીનું નામ સામે આવ્યું હતું. લગભગ 6 જેટલા બદમાશોએ ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય અને તેમના 6 અન્ય સાથીઓ પર અંધાધુન ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. હુમલાખોરોએ 6 AK-47 રાયફલો દ્વારા 400થી વધુ ગોળીઓ ફાયર કરી હતી. આ હુમલામાં માર્યા ગયેલા 7 લોકોના શરીરમાંથી એક બે નહિ પરંતુ 67 ગોળીઓ મળી હતી.