સામાન્ય માણસની પૂરી જીંદગી નિકળી જાય એટલા રૂપિયાનો ડ્રેસ પહેર્યો ઉર્વશીએ,જાણો કિંમત
07, નવેમ્બર 2020

મુંબઇ :  

બોલીવુડની અભિનેત્રી ઉર્વશી રૌતેલાના 'અરબ ફેશન વીક' ના કેટલાક ફોટોઝ ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યા છે. તે આ ફેશન શોમાં શો સ્ટોપર હતી, જે ખરેખર ગર્વની વાત છે. એક્ટ્રેસ અરબ ફેશન વીકમાં શોસ્ટોપર બનનાર પ્રથમ ભારતીય મહિલા છે.

ઉર્વશી રૌતેલાની સુંદરતાના લાખો લોકો દિવાના છે. એક સુંદર અભિનેત્રી હોવાની સાથે-સાથે એક ફેશન આઇકન પણ છે. અરબ ફેશન વીક દરમિયાન જ ઉર્વશી રૌતેલા સ્ટારર ફર્ન અમેટોની એક શોર્ટ ફિલ્મ પણ રિલીઝ થઇ, જેમાં તેમણે 'ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા'નું પાત્ર ભજવ્યું છે. ઇજિપ્તની રાણીના પાત્રમાં તે એકદમ સુંદર લાગી રહી છે.

ઉર્વશી રૌતેલાને ડિઝાઇનર ફર્ન અમેટોની શોર્ટ ફિલ્મમાં ફીચર કરવામાં આવી હતી. તેમાં તે 'ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્ર'ના રોલમાં જોવા મળી. ઉર્વશીએ પોતાના રોલમાં જે આઉટફિટ પહેર્યો હતો, તેમનો દમ સાંભળીને કોઇના પણ હોશ ઉડી શકે છે. આ ડ્રેસ સારી ક્વોલિટીના સોનામાંથી બનેલો છે. જેની કુલ કિંમત મિલિયન ડોલર અથવા લગભગ 37 કરોડ રૂપિયા છે.


ઉર્વશી રૌતેલાએ પહેલાં પણ પોતાના સ્ટાઇલ અને આઉટફિટથી ઘણીવાર ચર્ચામાં રહી છે. બોલીવુડ સિંગર નેહા કક્કડના લગ્નમાં ઉર્વશીની સ્ટાઇલ જોવા લાયક હતી. ઉર્વશી રૌતેલાએ નેહા કક્કડના લગ્નમાં લગભગ 55 લાખનો લેંઘો પહેર્યો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution