અમેરિકા-

અમેરિકામાં કોરોનાવાયરસ નો હાહાકાર યથાવત રહ્યો છે ને હવે દુનિયામાં સૌથી વધુ મૃત્યુ નો આંકડો અમેરિકામાં થઈ ગયો છે અને અત્યાર સુધીમાં ૧.૫૪ લાખ દર્દીઓ ના મૃત્યુ થઇ ગયા છે. કેસનો આંકડો ૪૫.૬૮ લાખ ને પાર કરી ગયો છે. બ્રાઝીલ ની હાલત પણ ખરાબ થઈ રહી છે અને અહીં મોતનો આંકડો ૯૦ હજારને પાર કરી ગયો છે . કુલ કેસ ૨૫.૫૫ લાખથી વધુ થઈ ગયા છે. અમેરિકા બાદ બ્રાઝિલમાં સૌથી ખરાબ હાલત પહેલાથી જ રહી છે અને અહીં પણ ભારે ઝડપથી કેસમાં વધારો થઈ રહ્યો છે. 

વિશ્વભરમાં અત્યાર સુધીમાં કુલ ૬.૬૯ લાખ દર્દીના મૃત્યુ થઈ ગયા છે અને વિશ્વમાં કેસનો કુલ આંકડો ૧.૭૧ કરોડ પર પહોંચી ગયો છે. દરમિયાનમાં ચીનમાં ફરી નવા કેસ મળવાની શઆત થઈ ગઈ છે. ગઈકાલે ૧૦૦થી વધુ કેસ મળ્યા બાદ બીજા દિવસે પણ ૫૦થી વધુ કેસ બહાર આવ્યા છે. ચીનમાં કોરોનાવાયરસ રિવર્સ થયો છે અને જે લોકો સાજા થયા છે તે ફરીથી વાયરસ માં લપેટાઇ રહ્યા છે. સંયુકત આરબ અમીરાતમાં પણ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૦૦ થી વધુ નવા કેસ બહાર આવી ગયા છે અને અહીં દેશની કુલ સંખ્યા ૬૦૦૦૦ પહોંચી ગઈ છે.