વોશિંગ્ટન-

બાઇડેન પ્રશાસનનાં 50 દિવસોનાં કાર્યકાળમાં તમામ ભારતીય અમેરિકીઓની નિયુક્તિ થઇ ચુકી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે, ભારતીય મૂળનાં અમેરિકી, દેશમાં છવાઇ ગયા છે. બાઇડેન પ્રશાસનમાં અત્યાર સુધી 55 ભારતીય-અમેરિકીઓની ટોચનાં પદો પર નિયુક્તિ થઇ છે.

ભારતીય-અમેરિકી મૂળની નાસા સાયન્સટિસ્ટ સ્વાતિ મોહન સાથે વાતચીત દરમિયાન ભારતવંશીઓની પ્રશંસા કરી. ભારતીય-અમેરિકી વૈજ્ઞાનિક સ્વાતિ મોહને નાસાના માર્સ 2020 મિશનમાં ગાઇડન્સ, નેવિગેશન અને કન્ટ્રોલ ઑપરેશનની જવાબદારી સંભાળી છે. બાઇડેને સ્વાતિ મોહન સાથે વાતચીત દરમિયાન કહ્યું કે ભારતીય મુળના અમેરિકી આખા દેશમાં છવાયેલા છે. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, મારા સ્પીચ રાઇટર વિનય રેડ્ડી આવા જ કેટલાક ઉદાહરણ છે. બાઇડને પોતાના વહીવટમાં મહત્વના પદો પર 55 ભારતીય મૂળના અમેરિકોનોની નિયુક્તિ કરીને ઇતિહાસ રચી નાંખ્યો છે. આ ઉપરાંત, અમેરિકી ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ ભારતીય મૂળના જ છે. બાઇડેન પ્રશાસને એક વધુ ભારીતય મૂળના મહિલા નીરા ટંડનને બજેટ પ્રમુખ પદ પર નિયુક્તિ માટે નૉમિનેટ કર્યા હતા પરંતુ સર્મર્થન ન મળવાના ડરથી તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધુ.