વોશિગ્ટંન-

ભારતમાં કોરોના સંક્રમના કેસો ખુબ ઝડપથી વધી રહ્યા છે દેશની હાલત ખુબ નાજુક છે એક બાજુ કેસોનો ભારણ તો બીજી બાજુ ઓક્સિજનની અછત.કોરોનાના લીધે લોકો મરી રહ્યા છે એકમાત્ર વિકલ્પ વેક્સિન છે એમેરિકાએ વેક્સિન ઉત્પાદન માટેના જરૂરી કાચા માલ પર પ્રતિબંધ મૂક્યો છે તે હટાવવાનો ઇન્કાર કર્યો છે.

ભારત સરકારે અપીલ કરી હતી કે વેક્સિનના કાચા માલ પરનો પ્રતિબંધ હટાવો જોઇએ. તેના વળતાં જવાબમાં અમેરિકાના વિદેશ વિભાગે સ્પષ્ટ કહ્યું હતું કે ભારતની ચિંતા સમજીએ છીએ પરતું અમારી પ્રાથમિકતા અમેરિકાના લોકોને વેક્સિન પહોંચાડવોનો છે. અમેરિકા વિદેશી મંત્રાલયના પ્પવકતાએ કહ્યું હતું કે અમારી પ્રાથમિકતા અમારા નાગરિકો છે,અમેરિકા પણ કોરોનાગ્રસ્ત દેશ છે અમારે 5.5 લોકો કોરોનાથી મરી ગયાં છે અને લાખો લોકો કોરોનાગ્રસ્ત છે ભારતમાં વેક્સિન કાચા માલ પર પ્રતિબંધ હળવા કરવાનો કોઇ સંકેત આપ્યો નથી.