અંક્લેશ્વર, અંકલેશ્વર તાલુકા ના ગડખોલ સીએચસી સેન્ટર ખાતે કોવિડ ૧૯ સામે રક્ષણ માટે આવનારા રસીકરણ કાર્યક્રમ અંતર્ગત કોવિડ વેક્સીન અંગે ડ્રાય-રન નું સફળ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સ્ટાફે કોવિડ એપ સાથે કામગીરી કરવાની રહેશે અને આ ડ્રાય રન માં લાભાર્થીઓ ને રસીકરણ ની સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતુ. કોવિડ-૧૯ સામે રક્ષણ માટે આવનારા રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અંક્લેશ્વર તાલુકા માં ચાર સ્થળો પર કોવિડ વેક્સીન ડ્રાય- રન નું સફળ આયોજન કરવામાં આવ્યુ હતુ. ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલ કોવિડ વેક્સીન ડ્રાય- રન કાર્યક્રમ માં ભરૂચ જિલ્લા મેડિકલ ઓફિસર ડો. નિલેશ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર દિનેશ વસાવા અને ડેપ્યુટી સરપંચ ની ઉપસ્થિતિ માં આશા વર્કર સહિત ના સ્ટાફ ને રસીકરણ ની સાથે વેક્સીન અંગે માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યુ હતુ.ગડખોલ સીએચસી સેન્ટર ખાતે ત્રણ ખંડ તૈયાર કરવામાં આવ્યા છે.