વડોદરા-

વડોદરામાં પોલીસ વિભાગમાં કોરોનાનો કહેર વધ્યો હોવાનુ સામે આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ પોલીસ કર્મી કોરોનાની ઝપેટમાં આવી ગયાનું જાણવા મળી રહ્યું છે. ત્યાં આજે ફરી વડોદરાનાં પોલીસ બેડા પર કોરોના ત્રાટક્યો હોવાની વિગતો સામે આવી રહી છે. 

વડોદરા રાવપુરા પોલીસ મથક કોરોનાની ઝપેટમાં આવ્યુ છે. રાવપુરા પોલીસ સ્ટેશનનાં 6 પોલીસકર્મીને કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. 6 પોલીસ કર્મીમાં ડી સ્ટાફનાં 4 પોલીસ જવાનોને કોરોનાનો ચેપ લાગ્યો છે, બે મહિલા પોલીસકર્મી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. સંપર્કમાં આવેલ પોલીસકર્મીઓને ક્વોરોન્ટાઇન કરાશે, ત્યારે ડી સ્ટાફ આખો ક્વોરોન્ટાઇન થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.