વડોદરા-

વડોદરા જિલ્લામા ભારે પવન સાથે વરસાદ પડતો જોવા મળી રહ્યો હતો . હજુ પણ વરસાદ અવિરત જોવા મળી રહ્યો છે , જેમના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થતું જોવા મળી રહ્યું છે . . કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. વડોદરાની ગોત્રી હોસ્પિટલની નર્સ પર કાચ તૂટી પડતા તે ઘાયલ થઈ છે .

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ભારે પવનને કારણે એક નર્સ પર કાચ પડ્યો હતો. વાવાઝોડાના કારણે હોસ્પિટલનો એક કાચ નર્સ પર પડ્યો હતો. જેમાં નર્સને ઈજા હાથના ભાગે થતી જોવા મળી . છે. નર્સને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. તો સાથે જ ગોત્રી હોસ્પિટલના મેઈન ગેટના કાચના દરવાજા પણ ભારે પવનના કારણે તૂટ્યા હતા. દરવાજા તૂટતાં હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ છે. આ કારણે હોસ્પિટલ પરિસરમાં વરસાદી પાણી પણ ઘુસ્તું જોવા મળી રહ્યું હતું.