વડોદરા-

ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી થનારા આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, શહેરી ગ્રહ નિર્માણ રાજયમંત્રી યોગેશભાઇ પટેલની ખાસ ઉપસ્થિતિ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગર પાલિકાના રૂ. ૩૨૨ કરોડથી વધુના ખર્ચે પ્રજાલક્ષી વિવિધ વિકાસ કામોનું ઇ-ખાતમુર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર ખાતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી યોગેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વડોદરાના સાસંદ રંજનબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. 


ગાંધીનગરથી વડોદરા મહાનગરપાલિકાના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરવામાં આવ્યું હતું. કોરોનાના કપરા કાળમાં પણ વડોદરા શહેરે પોતાની વિકાસયાત્રા આગળ ધપાવીને લોકોના સુખાકારી માટે રૂ. 322 કરોડથી વધુના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કામો લોકોને અર્પણ કર્યા છે. “ જીતશે ગુજરાત, હારશે કોરોના ”ના મંત્ર સાથે ગુજરાતે તેની વિકાસ કામોની યાત્રા ચાલુ રાખી છે."