વડોદરા: સુરસાગર મધ્યે બિરાજમાન વિરાટકાય શિવ પ્રતિમાની CM રૂપાણી એ ચરણ વંદના કરી
11, માર્ચ 2021

વડોદરા-

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ,નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને વિધાનસભા ના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સાથે વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર જળાશય ની વચ્ચે વિરાજમાન સર્વેશ્વર શિવ ના ચરણો ની વંદના કરવાની સાથે ,શિવ પ્રતિમાને સોને મઢવા માટેના સુવર્ણ આવરણ નું વિધિવિધાન સાથે પૂજન કર્યું હતું અને ભારત અને ગુજરાતની સુખ,સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે ભગવાન શિવના આશિષ માંગ્યા હતાં.

મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી એ કાર્યક્રમમાં ઉપસ્થિત સંતોની વંદના કરવાની સાથે તેમના ક્ષેમકુશળ પૂછ્યા હતા. ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ શ્રી ચંદ્રકાંત પાટીલ ,ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા,નર્મદા વિકાસ રાજ્ય મંત્રી શ્રી યોગેશભાઈ પટેલ અને શહેરના મેયર શ્રી કેયૂર ભાઈ રોકડિયા તેમની સાથે શિવ આવરણ પૂજનમાં જોડાયાં હતાં. આ પ્રસંગે સાંસદ રંજન બહેન,નાયબ મેયર નંદાબહેન જોષી,ધારાસભ્ય જીતુભાઇ,સીમાબેન, મનીષા બહેન, કેતન ભાઈ,શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહ,પક્ષ ના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ,મ્યુનિસિપલ કોર્પોરેશન ના પદાધિકારીઓ અને નગર સેવકો,સર્વ પક્ષીય અગ્રણીઓ અને વિવિધ સંપ્રદાયો ના પૂજ્ય સંતો અને સત્યમ શિવમ સુંદરમ સમિતિ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution