વડોદરા-

છેલ્લા ધણા દિવસોથી મંદિરનો સામાન ચોરીની ઘણી ફરીયાદો વડોદરા શહેર પોલીસને મળી રહી હતી. તેની કાર્યવાહી અંતર્ગત વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બે ઇસમોને ઝડપી પાડ્યા છે જે ચોરીના કાર્યોમાં સંડોવાયેલા હતા.જીતેન્દ્ર પંચાલ, તથા જીગ્નેશ પરમારની શહેર ક્રાઇમ બાન્ચે ધરપકડ કરી છે.જેમની પાસેથી કુલ 89000નો મુદ્દા માલ મળી આવ્યો હતો.

છેલ્લા ઘણા દિવસોથી શહેરના અલગ- અલગ મંદિરના ટ્સ્ટીઓ મંદિરમાં ચોરી થયાની ફરીયાદ નોંધાવી હતી જેની તપાસની ભાગ રુપે શહેર ક્રાઇમ બાન્ચે તે દિશામાં તપાસ હાથ ધરી હતી અને બે ઇસમોની અટકાયત કરી હતી.આ બન્ને શહેરના અલગ-અલગ મંદિરમાં ચોરી કરતા હતા, તેમની પાસેથી રોકડ રુપિયા 46,500, એક બાઇક, બે મોબાઇલ ફોન , 20 ચાંદિના છત્ર,  પોલીસે જપ્ત કર્યા હતા.