વડોદરા: ઘોર કળયુગ પુત્ર થયો કપુત પોતાની માતાની કરી હત્યા, પુત્રની પોલીસે કરી ધરપકડ
29, ડિસેમ્બર 2020

વડોદરા-

વડોદરામાં કળયુગી પુત્રએ પોતાની માતાને ઘાટ ઉતારી દઇ તેને સળગાવી દેવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કળિયુગે પુત્રએ લાચાર વૃદ્ધ માતાનો સહારો બનવાને બદલે વડોદરામાં નસેડી પુત્ર તેનો હત્યારો બન્યો છે. મળતી માહિતી મુજબ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા અંબિકા નગર પાછળ અંબે નગરમાં રહેતા 28 વર્ષીય દિવ્યેશ સરદારસિંહ બારીયાના પિતાનુ 6 વર્ષ અગાઉ અવસાન થયુ હતુ. ત્યારથી જ તે તેની માતા ભીખીબેન સાથે રહેતો હતો. વર્ષ 2011માં ભીખીબેનનો અકસ્માત થયો હતો. જેમાં તેમનો એક હાથ અને પગ કામ કરવાનુ બંધ કરી દીધુ હતુ. ત્યારથી જ માતા પુત્રના સહારે જીવી રહીં હતી. દિવ્યેશ થોડા સમય અગાઉ ડ્રાઇવીંગનો વ્યવસાય કરતો હતો. જોકે નશો કરવાની લતે ચઢેલા દિવ્યેશની નોકરી છુટી જતા તે છુટ્ટક કામ કરવા લાગ્યો હતો. જોકે આ આ ઘટનાને પગલે સમ્રગ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જો કે માતાની આ રીતે ઘાતકી હત્યા કરવા પાછળનુ ચોક્કસ કારણ હજી સુધી પોલીસને જાણવા મળ્યું નથી. આ ઘટનાને પગલે ગોત્રી પોલીસ ઘટના સ્થળે પહોંચતા તપાસનો દોર શરૂ થયો હતો. તેવામાં લાશની ઓળખ છતી થતા પોલીસ માતાના હત્યારા દિવ્યેશની અટકાયત કરી તેની પુછતાછ હાથ ધરી હતી. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution