વડોદરા: SSG હોસ્પિટલ ફરી વિવાદમાં આવી સિક્યુરિટી ગાર્ડ હેવાન બન્યો, જાણો કારણ
19, નવેમ્બર 2020

વડોદરા-

વડોદરા શહેરમાં આવેલી SSG હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં આવી છે. આ હોસ્પિટલના સુરક્ષાકર્મીઓ ગરીબો ઉપર દાદાગીરી કરતા હોવાની વાત સામે આવી છે જેમાં સુરક્ષાકર્મીઓ દર્દીના સંબંધીને જાહેર માં ફટકારતા હોવાની વાત સામે આવતા લોકો માં ભારે રોષ ફેલાયો છે પોતાના આપ્તજન ને સુરક્ષાકર્મી ના માર થી બચાવવા એક મહિલા તેને છોડી મુકવા હેવાન બનેલા સુરક્ષા કર્મી ને આજીજી કરી રહી હતી છતાં તેણે મારવાનું ચાલુ રાખ્યું હતું.એક અસહાય ગરીબ ઉપર મર્દાનગી દેખડનાર આ ગાર્ડ ને લોકો બાયલો કહી ગાળો દઈ રહયા હોવાની વાત ચર્ચાઈ રહી છે. બીજી તરફ મહિલા સુરક્ષાકર્મીઓને સામે આજીજી કરતી રહી. જો કે તેમ છતાં સુરક્ષાકર્મીઓએ દાદાગીરી કરતાં સંબંધીને ફટકારી રહ્યાં હોવાનું કેમેરા માં કેદ થઈ ગયું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution