વડોદરા-

રાજ્યમાં અમદાવાદ રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર મહાનગરપાલિકામાં 21 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે આજે શુક્રવારે સાંજે 5 વાગ્યા બાદ ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. રાજ્યમાં અમદાવાદ રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર મહાનગરપાલિકામાં 21 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે આજે શુક્રવારે સાંજે પાંચ વાગ્યા બાદ ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. આ છ શહેરમાં સંપૂર્ણ આચારસંહિતાનો અમલ હશે. જેથી જાહેરમાં કોઈ પણ સભા કે રેલી કરી શકાશે નહીં અને સાંજના પાંચ વાગ્યાથી તમામ રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચારમાં જોડાશે. જોકે આ છેલ્લી ઘડીના પ્રચારમાં વડોદરા શેહરમાં ચુંટણી પ્રચાર હિંસક બન્યો હતો. 

ચૂંટણી પ્રચારના અંતિમ દિવસ રાજકીય પક્ષો દ્વારા વડોદરા શહેરમાં ઠેર ઠેર રેલીઓનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોના સમર્થકો અને પાર્ટીના કાર્યકરો રેલીમાં જોડાય છે. ત્યારે પોલીસની હાજરની વચ્ચે વોર્ડ 16માં ભાજપ અને કોંગ્રેસની રેલી આમને સામને આવી જતા મામલો ગરમાયો હતો. જેમાં બન્ને પક્ષોના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારા મારી થઇ હતી ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર સૂત્રોચ્ચાર થયા અને એકા એક પરિસ્થિતિ વણસી હતી.