વડોદરા-

વડોદરાના માણેજા ક્રોસિંગ પાસે સાઈ સમર્થ કોમ્પ્લેક્સમાં આવેલી મુથુટ ફાઈનાન્સની દુકાનમાં ચોરી કરવાના ઈરાદે આવેલા ચોરોએ દુકાનનું શટર ઊંચું કરીને નીચે પથ્થર મુકીને અંદર ઘુસવા જતા બારીઓ લગાવેલા સેન્સર્સ એક્ટીવ થતા દિલ્હીની મેઈન બ્રાન્ચમાં એલાર્મ વાગવા લાગતા તરત ત્યાના મેનેજરે અહીયાના મેનેજરને સૂચિત કર્યા કે, આપણી ઓફીસ પાસે કોઈ પ્રકારની હલચલ જણાઈ આવી છે, માટે તાત્કાલિક ત્યાં જઈને તપાસ કરો, ત્યારે સ્ટાફની એક મહિલા તેના પતિ સાથે ઘટના સ્થળે આવી ત્યારે દુકાનની બારી પાસે સ્કૂટરની હેડલાઈટ પડવાથી ત્યાં ઉભેલા તસ્કરો ભાગી છુટ્યા હતા. તેણીએ તરત પોલીસમાં જાણ કરી ત્યારે પોલીસ ઘટના સ્થળે આવી પહોચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે દિલ્હીની હેડ ઓફિસમાંથી રાત્રે મકરપુરા પોલીસમાં જાણ કરવામાં આવી હતી છતાં કોઈ પણ પીસીઆર વાન ઘટના સ્થળે આવી નહોતી, અગર સુચના વખતે કોઈ પીસીઆર વાન ઘટના સ્થળે આવી હોત તો તસ્કરો ઝડપાઈ ગયા હોત. મેનેજરે જણાવ્યું કે, અગર રાત્રે ચોરી થઈ ગઈ હોત તો આશરે 2 હજાર વ્યક્તિનું રૂપિયા 20 કરોડનું સોનું લુંટાઈ ગયું હોત. પરંતુ તે બચી ગયું. ઓફિસમાં ઇન્ટરનલી ડીજીટલ સિક્યુરીટી સીસ્ટમ લાગેલી છે તેના કારણે ચોરી થતા બચી ગઈ.