પોરબંદર,તા.૧૪

૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે એટલે પ્રેમનો પર્વ, આ પર્વને લોકો અલગ અલગ પ્રેમની વ્યાખ્યા થકી ઉજવતા હોય છે. ત્યારે દેશની આઝાદીમાં જેમણે બલિદાન આપ્યા છે. તેવા મહાનુભાવોને આજે યાદ કરી પોરબંદર જિલ્લા એનએસયુઆઇ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનુભાવોની પ્રતિમાઓ આવેલી છે, જે પ્રતિમાઓ જાળવણીના અભાવે ધૂળ ખાઇ રહી છે. ત્યારે આવી પ્રતિમાઓને પોરબંદર એનએસયુઆઇના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા પાણી વડે ધોઈ અને ત્યારબાદ સાફ-સફાઇ કરી અને પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે આતંકી હુમલામાં દેશના ૪૪ વીર જવાનો શહીદો થયા હતા. તે શહીદોને પણ આજે ભાવભીની શ્રદ્ધાંજલિ આપી ૨ મિનિટનું મૌન પાળી તેમને યાદ કરી પોરબંદર જિલ્લા દ્ગજીેંૈં ટીમ દ્વારા નમન કરવા આવ્યું હતું. પોરબંદર એનએસયુઆઇ દ્વારા પક્ષપાત ભૂલી શહેરની તમામ પ્રતિમાઓની સાફસફાઇ કરી આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાજપ પક્ષના પંડિત દિનદયાળ ઉપાધ્યાય, શ્યામપ્રસાદ મુખરજીની પ્રતિમાઓનો પણ સમાવેશ થાય છે. જેમને દ્ગજીેંૈં ટીમે સાફ સફાઇ કરી અને હાર પહેરાવ્યા હતા. નગરપાલિકા આ પ્રતિમાઓની વ્યવસ્થિત સાફ-સફાઇ કરે અને તેમની જાળવણી માટે યોગ્ય વ્યવસ્થા કરે જેથી પોરબંદરની પણ શોભા વધશે તેવી રજૂઆત એનએસયુઆઇ દ્વારા કરવામાં આવી હતી.