વલસાડ-

વલસાડમાં વહેલી પરોઢિયે હાઇવે ઉપર ઝાલોર થી બેંગલુરુ તરફ મુસાફરો ભરીને જઈ રહેલી ખાનગી લકઝરી બસને અકસ્માત નડ્યો હતો આ અઘટનામાં સામે ની ટ્રેક ઉપરથી આવતા ટ્રક ચાલકને ઝોકુ આવી જતા ડિવાઇડર કુદાવી જઈ રહેલી લક્ઝરી બસ સાથે ધડાકા ભેર અથડાઈ હતી. જેને લઈને થયેલા આ અકસ્માતમાં ૨૦થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. અચાનક બનેલી ઘટનાને પગલે લોકો એકત્ર થઇ ગયા હતા અને તમામ ઈજાગ્રસ્તોને બહાર કાઢી વલસાડ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

વલસાડ નજીક આવેલા નેશનલ હાઇવે નંબર 48 ઉપર નંદાવલા ગામ નજીક આજે વહેલી સવારે મુંબઈથી સુરત તરફ ના હાઇવે ટ્રેક ઉપર જઇ રહેલી ટ્રકના ચાલકને ઝોકુ આવી જતા ટ્રક ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો. આ ટ્રક ડિવાઇડર કૂદી ને સુરત થી મુંબઇ તરફ જતી બસ સાથે અથડાઈ હતી. સામેથી આવતી એક ખાનગી લક્ઝરી બસ રાજસ્થાન ના ઝાલોર થી બેંગ્લોર તરફ જઈ રહી હતી એ બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે બાદ ટ્રક પલટી ગઈ હતી જો કે બસમાં સવાર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તો સાથે સાથે બસની અંદર સવાર અન્ય ૨૦ થી વધુ મુસાફરોને ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે વલસાડના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે વહેલી પરોઢિયે સાત વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બસમાંથી હેમખેમ રીતે બહાર કાઢવામાં મદદરૂપ થયા હતા.મહત્વનું છે કે બનેલી આ ઘટનાને પગલે હાઈવેના બંને ટ્રેક વહેલી સવારે જામ થઈ ગયા હતા જેને પગલે સુરત અને મુંબઈ બંને ટ્રેક ઉપર લાંબો ટ્રાફિકજામ સર્જાયો જોવા મળ્યો હતો પરંતુ બાદમાં પોલીસ સ્થળ પર પહોંચી ને બંને વાહનોને હાઈવે ની વચ્ચેથી સાઇડ ઉપર ખસેડવામાં આવતા વાહનો રાબેતા મુજબ શરૂ થયા હતા