20, માર્ચ 2021
વલસાડ પ્રજા ના વિશ્વાસમત થી દિલ્હી માં સત્તા માં આવેલ દિલ્હી સરકાર ને નબળી પાડવના, અહીં ના લોકો ના વિકાસ કામો ને કેન્દ્ર સરકાર દ્વારા રોકવા માં આવી રહ્યા બાબત નો હવાલો આપી આમ આદમી પાર્ટી કેન્દ્ર સરકાર ની વિરુદ્ધ માં દેખાવ કરી રહી છે વિગત એવી છે કે કેન્દ્ર સરકારે એન સી ટી નામક એક બીલ પાસ કર્યું છે જેના આધારે પ્રજા દ્વારા ચૂંટાયેલા રાજ્ય સરકાર ના મુખ્યમંત્રી ને કાપ મૂકી ઉપરાજ્યપાલ નો વધારો કરવા માં આવ્યો છે પરંતુ લોકશાહી માં પ્રજા પોતા ના નેતા ચૂંટી ને લાવે છે અને ચૂંટાયેલા નેતા જ પ્રજા ના વિકાસ ની કામગિરી કરે છે પરંતુ કેન્દ્ર સરકાર જે બીલ લાવ્યા છે તે બીલ ના આધારે લોકો એ ચૂંટેલા નેતા માત્ર નામ ના જ રહેશે.જે બાબતે આમ આદમી સમર્થકો તેમના નેતાઓ સાથે અડીખમ ઉભા રહી કેન્દ્ર સરકાર ની સામે પડ્યા છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર ની આ કામગીરી ને પ્રજા વિરોધી કામગીરી ગણાવી આમઆદમી પક્ષ ના કાર્યકર્તાઓ ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે જે બાબતે આજે વલસાડ જિલ્લા આમઆદમી પાર્ટી ના કાર્યકર્તાઓ એ જિલ્લા પ્રમુખ જીતુભાઇ દેસાઈ ની આગેવાની માં વલસાડ ના સ્ટેડિયમ રોડ પર આક્રોશ પ્રદર્શન નો કાર્યક્રમ રાખી કેન્દ્ર સરકાર નો વિરોધ કર્યો હતો પાર્ટી ના કાર્યકર્તાઓ એ કાર્યક્રમ નો શરૂવાત કર્યો કે તરત પોલિસ કાર્યક્રમ ના સ્થળે આવી પહોંચી કાર્યક્રમ અટકાવ્યો હતો.