વલસાડના ધારાસભ્ય ભરત પટેલ કોરોના સંક્રમિત થયા
29, માર્ચ 2021

 વલસાડ ચૂંટણી બાદ કોરોના એ ફરી માથું ઊંચકતા લોકો માં દહેશત વ્યાપી છે વલસાડ જિલ્લા માં દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ ની સંખ્યા માં વધારો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે વિધાનસભામાંથી ઘરે પરત આવેલ વલસાડ ધારાસભ્ય ભરત પટેલ પણ કોરોના સંક્રમિત થયા હતા. શનિવારે સવારે તેમને કોરોનાના લક્ષણો જણાઈ આવતા આરોગ્ય વિભાગની ટીમને જાણ કરી કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેઓ સંક્રમિત જાહેર થયા હતા. ધારાસભ્ય ભરત પટેલે છેલ્લા સાત દિવસમાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરવી લેવા સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી અપીલ કરી છે. ભાગડાવડા તેમના ઘરે હોમ કોરેન્ટાઇન થઈ સારવાર લઈ રહ્યા છે.કોરોના થી બચવા સરકારે અમલ માં મુકેલી ગાઈડ લાઈન પ્રમાણે વર્તન કરી પ્રજા ને બચવા ધારાસભ્યએ અપીલ કરી હતી . ભરત પટેલે તેમની પત્ની સાથે ગત રવિવારે પારનેરા પારડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ઉપર કોરોના રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો.

વલસાડ જિલ્લા માં કોરોનાની રફતાર વધી ૧૩ કેસ નોંધાયા

વલસાડ વલસાડ જિલ્લા માં છેલ્લા ત્રણ ચાર દિવસ થી કોરોના તીવ્રગતિ થી આગળ વધી રહ્યો છે.ગત શુક્રવારે અને શનિવારે બન્ને દિવસે દશ દશ કેસો નોંધાતા આરોગ્ય તંત્ર ની ઊંઘ ઊડી ગઈ હતી આરોગ્ય તંત્ર પણ કોરોના ને કાબુ માં લાવવા માટે સતત પ્રયત્નશીલ બન્યું છે પરંતુ કોરોના ના કેશો માં ઘટાડો ન થઈ વધારો થતાં લોકો ના આરોગ્ય બાબતે તંત્ર માં ચિંતા વ્યાપી છે આજે વલસાડ તાલુકા માં મધુકુંજ સાઇકૃપા સોસાયટી ની ૨૩ વર્ષીય સ્ત્રી, આર.એમ પાર્ક ભગડવાળાગામે ૭૪ વર્ષીય પુરુષ , વાળા ૪૭ વર્ષીય પુરુષ , રામજી ટેકરા ૭૫ વર્ષીય સ્ત્રી , અને પારડી ના દમની ઝાંપા માં ૫૭ વર્ષીય સ્ત્રી, અને વાપી ના ગીતાનગર ચલા ખાતે ૨૯ વર્ષીય પુરુષ, અને નામધા ગામે ૨૪ વર્ષીય સ્ત્રી અને ૨૭ વર્ષીય પુરુષ મળી કુલ ૧૩ દર્દીઓ સામે આવ્યા છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution