વલસાડ પાલિકાની દાદાગીરીઃ અબ્રામા સીટી સર્વે કચેરી તોડી પાડી બાંધકામ શરૂ
27, મે 2021

વલસાડ , જેના માથે ગેરકાયદે બાંધકામો હટાવવાની જવાબદારી છે, તેવી પાલિકા જ બળજબરીપૂર્વક બીજાની જમીન ઉપર બાંધકામ શરૂ કરી કબજાે જમાવવાનું શરૂ કરી દે તો કોને કહેવું? વલસાડમાં કંઈક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સીટી સર્વે કચેરીના નામે ચાલતી અબ્રામાની જમીન ઉપર વલસાડ પાલિકાએ કોઈપણ જાતની પરવાનગી મેળવ્યા વિના બાંધકામ શરૂ કરી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ બનાવથી બે સરકારી વિભાગો આમને-સામને આવી ગયા છે. આ બનાવને વલસાડ સિટી પોલીસ મથકે સીટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ અરજીમાં જણાવ્યા મુજબ અબ્રામામાં આવેલી સી.સ.નં-૨૪૪૭ વાળી જમીન સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી વાપી, મુ.અબ્રામાને હવાલે ચાલી આવેલ છે. સદરહુ જમીન ઉપર સીટી સર્વે કચેરી અબ્રામાનું બાંધકામ થયું હતું અને ત્યાં અબ્રામા સીટી સર્વે કચેરી ચાલતી હતી પરંતુ ત્યારબાદ વલસાડના સર્કિટ હાઉસની પાછળ સીટી સર્વે કચેરીનું નવું મકાન બનતા અબ્રામામાં આવેલી કચેરી પર ઓફિસ બંધ હતી.વલસાડ નગરપાલિકાએ તાઃ-૧૭/૦૬/૨૦૨૦ ના રોજ પત્ર મોકલી મકાન જર્જરીત હાલતમાં હોય રજીસ્ટર્ડ સ્ટ્રકચરલ એન્જીનીયર પાસેથી સ્ટ્રકચર સ્ટેબીલીટી અગે જરૂરી લેખિત અભિપ્રાય મેળવી જમીન દોસ્ત કરવા જણાવ્યું હતું પરંતુ સિટી સરવે કચેરીએ રિપોર્ટ મેળવવા પ્રયાસ કરવા છતાં રિપોર્ટ ન મળતાં વલસાડ નગરપાલિકાએ સીટી સર્વે કચેરીને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના તેમનું મકાન તોડી પાડ્યું હતું દરમિયાન તા.૨૨/૦૨/૨૦૨૧ નાં રોજ સીટી સર્વે કચેરી અબ્રામાનું મકાન નગરપાલીકા કચેરી દ્વારા જમીન દોસ્ત કરી પમ્પીંગ સ્ટેશન બનાવવા ખોદકામ કરી પાયાનું કામ ચાલુ કરવામાં આવેલ હોવાનું જણાયું હતું.

પરિણામે જમીન દફતર અધિક્ષક કમ એકત્રીકરણ અધિકારી દ્વારા ચીફ ઓફિસરને તા.૦૪/૦૩/૨૦૨૧ ના પત્રથી સીટી સર્વેનું મકાન કોઇ પણ જાતની પૂર્વ મંજુરી મેળવ્યા વિના તોડી પાડી તેની જગ્યાએ પમ્પીંગ સ્ટેશન બનાવવા ખોદકામ કરી પાયાનું આર.સી.સી. કામ અંગેની શરૂ કરવામાં આવેલ કામગીરી વહીવટી દ્રષ્ટીએ તદ્દન અનુચિત હોય કામગીરી તાત્કાલીક બંધ કરવા જણાવવામાં આવ્યું હતું. તથા સુચનાને અવગણી જાે કોઇ કામગીરી તેઓ તરફથી કરવામાં આવશે તો નિયમોનુસાર ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution