સાત આરોપીઓને ઝડપી પાડ્યા વલસાડ પોલીસને દશ લાખ નું ઇનામ
03, એપ્રીલ 2021

વલસાડ, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નામાંકિત બિલ્ડર જીતુ ભાઈ પટેલ નું ૨૨ મી માર્ચે તેમના ઘર ની નજીક થી તેમની કાર માં અપહરણ થયું હતું અપહરણ ના સમાચારે વલસાડ જિલ્લા ની પોલીસ ને દોડતી કરી દીધી હતી સુરત રેન્જ આઇ જી રાજકુમાર પંડિયન ના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા ના જાંબાઝ ડીએસપી ડો.રાજદીપ સિંહ ઝાલા સહિત જિલ્લા ની પોલીસ બિલ્ડર ની શોધખોળ માં જાેતરાઈ હતી. ડીએસપી ઝાલા એ પોલીસ ની ૧૧ જુદી જુદી ટિમો બનાવી શોધખોળ શરૂ કરી હતી. ઇન્વેસ્ટિગેશન ના આધારે પોલીસે મહારાષ્ટ્ર ના મુંબઇ અને રત્નાગીરી થી બિલ્ડર ને હેમખેમ છોડવી સાત આરોપીઓ ને ઝડપી પાડ્યા હતા

પોલીસે ગુજરાતની ચેકપોસ્ટો,નાકાઓ મહારાષ્ટ્રના ટોલનાકાઓ મળી લગભગ ૧૦૦૦ સીસીટીવી ફુટેજ મેળવી ઝીણવટભરી તપાસ કરી હતી અને ૭૫૦ કીમી દૂર વિસ્તારમાં આવેલા ખાનગી તેમજ સરકારી ફૂટેજ મેળવી આરોપીઓ ની માહિતી મેળવી હતી આરોપીઓએ વલસાડ પોલીસની ટીમને ગુમરાહ કરવા માટે અલગ અલગ શહેરોમાંથી ખંડણી માંગવા ફોન કર્યા હતા. અન્ય જિલ્લામાં જાવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ રેલવે નો ઉપયોગ કરતા હતા. આરોપીઓ ટ્રેનમાં ટીકીટ લીધા વગર યાત્રા કરી રેલવે સ્ટેશન આવે તે પહેલાં યાર્ડ વિસ્તારમાં ચાલુ ટ્રેને ઉતરી જતા હતા.આરોપીઓએ ૨૪ માર્ચે જીતુ પટેલના મોબાઇલના સીમકાર્ડનો ઉપયોગ કરી તેમની પત્ની પાસેથી રૂ.૩૦ કરોડની માગણી કરી હતી.જે માટે વારંવાર ફોન કરાયો હતો.જાે ખંડણી ન આપે તો જીતુ પટેલને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.પત્નીએ ખંડણીની રકમ ઓછી કરવા વિનવણી કરી છતાં એક પણ રૂપિયો ઓછો કરવા આરોપી તૈયાર થતાન હતા. જાેકે, કોલ ડિટેઇલ અને આરોપીઓ ની હિલચાલ ઉપર નજર રાખવા​​​​​​​ પોલીસની એક ટીમ પરિવાર પાસે પ્રથમ દિવસથી જ તપાસ ના ભાગરૂપે રોકાઈ હતી. જાેકે, બિલ્ડર જિતુ પટેલ જ્યા રખાયા હતા ત્યાંથી ૨૦૦થી ૩૦૦ કિમી દૂર આવીને અપહરણકારો વાત કરતા હોય બિલ્ડર ને ક્યાં રખાયા છે તેનું લોકેશન મળતું ન હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution