વલસાડ

વલસાડ જિલ્લા પંચાયતની કલવાડા બેઠક ના ભાજપ ના ઉમેદવાર કલ્પનાબેન રૂપેશ ભાઈ પટેલ ગત સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં ભાજપના આદિવાસી ઉમેદવારની વિરુદ્ધ માં જઇ કોંગ્રેસને ખુલ્લેઆમ મદદ કર્યા હોવાના આક્ષેપ સાથે વલસાડ તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી હરેશ પટેલે આજરોજ રાજીનામુ આપી દીધું હતું. ભાજપ ને વફાદાર રહી લોક સેવા કરતા આવેલ હરેશભાઈ પટેલ ના રાજીનામાં થી વલસાડ ભાજપ નું રાજકારણ ગરમાયુ છે જિલ્લા પંચાયત ની કલવાડા બેઠક પર ટિકિટ ની આશા સેવી રહેલ ભાજપ પક્ષ ના પાંચ પાંચ દાવેદારો માંથી વર્ષો ભાજપપક્ષ સાથે જાેડાઈ લોકસેવા કરતા આવેલા અટગામ ના કલ્પનાબેન રૂપેશ ભાઈ ને ભાજપે ટિકિટ આપી ચૂંટણી ના મેદાન માં ઉતર્યા છે.

 વલસાડ જિલ્લા માં ભાજપ દ્વારા ઉમેદવાર ની જાહેરાત થતા ની સાથે કલવાડા જ નહીં વલસાડ જિલ્લા ,તાલુકા પંચાયત ની અનેક બેઠકો પર ભાજપી આગેવાનો માં ટિકિટ ને લઈ નારાજગી વ્યપી હતી કેટલાક કાર્યકતાઓ પક્ષ વિરોધી પ્રવૃત્તિ માં જાેડાતા ભાજપે ૧૪ જેટલા કાર્યકર્તાઓ ને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ પણ કર્યા છે ઉમેદવાર ની પસંદગી માં ભાજપ ના જુના જાેગીઓ ના અભિપ્રાયો ને માન્ય ન રાખી પસંદગીકારો એ પોતા ની મરજી પ્રમાણે ટિકિટો આપી દીધા હોવાની પણ કાર્યકર્તાઓ માં બુમ ઉઠી છે.ભાજપીઓ માં થયેલ આંતરિક મતભેદ ભાજપ ને કમજાેર બનાવી રહી છે કાર્યકર્તાઓ ની નારાજગી ચરમ સીમાએ પહોંચી છે ચૂંટણી ને માત્ર પાંચ દિવસ બાકી છે ત્યારે કલવાડા ગામ ના રહીશ વલસાડ તાલુકા ભાજપ સંગઠન ના મહામંત્રી હરેશભાઈ પટેલે રાજીનામુ ધરી દીધું છે મહામંત્રી એ રાજીનામાં માં સ્પષ્ટ લખ્યું છે