વાંસદા પશ્ચિમ રેન્જના વનવિભાગની ટીમે સુરખાઈથી ખેરના લાકડા ભરેલો ટેમ્પો પકડ્યો
24, એપ્રીલ 2021

વાંસદા, પ્રાપ્ત માહિતી અનુસાર ૨૩/૦૪/૨૦૨૧ નાં રોજ વાંસદા પશ્ચિમ રેંજનાં આરએફઓ જે.ડી.રાઠોડને મળેલ બાતમીનાં આધારે વાંસદા પશ્વિમ રેંજ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેમને ગેરકાયદેસર રીતે ખેરના લાકડા ભરીને વાહન જવાનું હોવાની બાતમી મળી હતી.બાતમીના આધારે બાતમી આપેલ વાહન અનાવલ ચીખલી રોડ પર સુરખાઇ ખાતે અટકાવી તપાસ કરતાં ખેરના ઇમારતી લાકડા અંદાજે ૩ ટન મળી આવેલ છે.જે બાબતે પૂછતાં તેમના પર કોઈ પાસ કે પરમીટ નહતી. ઝડપાયેલા વાહનની અંદર વાહનની તલાસી લેતા વાહન પર બે જુદા જુદા વાહન નંબર ૧૫ રૂ ૮૯૦૭ મળી આવ્યા હતા. આ વાહનને કબજે કરવાની સાથે તેમજ બાતમી વાળા વાહન ટેમ્પોની આગળ પાયલોટીંગ કરી રહેલ વાહન હોન્ડા પેશન ૭૭૪૬ તથા ટેમ્પો જપ્ત કરેલ છે. વનવિભાગની ટીમે ઝડપેલ ખેરના લાકડાનો જથ્થો વાંસદાના રાયાવાડી થી ભરી ધરમપુર ભાંભા ખાતે લઇ જતાં હોવાનું બહાર આવ્યું હતું.આ સાથે જ ટેમ્પોચાલક ડ્રાયવર વિવેક દેવુભાઇ પટેલ રહે.બામટી તેમજ દલાલ ગયાસુદ્દિન રેહ. આતલીયા તથા માલભરાવનાર સુરેષ પટેલ રહે.રાયાવાડી સામે વનવિભગની ટીમે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કામગીરીમાં વનવિભાગના બી. ટી. પટેલ ફોરેસ્ટર લીમઝર,નરેશ પટેલ બીટગાર્ડ લીમઝર,સુમીત પટેલ મદદગાર ડ્રાયવર ,એ મહત્વનો ભાગ ભજવ્યો હતો.આ કેસની આગળની તપાસ જે.ડી.રાઠોડ મદદનીશવન સંરક્ષક એમ.આર.રાઠવા નાયબવનસંરક્ષક વાય.એસ. ઝાલા તથા મુખ્યવન સંરક્ષક મનિષ્વર રાજાનાં માર્ગદર્શન હેઠળ કરી રહેલ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution