વાંસદા, વાંસદા ગામના પાટાફળીયા ખાતે રહેતા કિરણભાઈ સુનિલભાઈ પટેલ (પાડવી)એ જીપીએસસી દ્વારા લેવાયેલી પોલીસ ઈન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી છે.અને તેઓ સીધા પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે પસંદ થયા છે.તેમણે સમગ્ર વાંસદા તાલુકા વાંસદા ગામ અને આદિવાસી સમાજનું નામ રોશન કર્યુ છે.તેમણે એસટી કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવીને ખૂબ જ ઊંચી સફળતા પ્રાપ્ત કરી છે.હાલ જ તેમણે પોલીસ કોન્સ્ટેબલની ટ્રેનિંગ પૂર્ણ કરી હતી.અને તેમનું પોસ્ટિંગ વાંસદા પોલીસ સ્ટેશન ખાતે થયું હતું.

કોન્સ્ટેબલ પહેલાં તેઓ એક સામાજિક કાર્યકર તરીકે કાર્ય કરી રહ્યાં હતાં. તેઓ લોકોમાં પર્યાવરણને બચાવવાની જાગૃતિ ફેલાવી રહ્યા હતાં. તેમણે પોતાની યુટયુબ ચેનલ દ્વારા ગામડાંના લોકોની સમસ્યાઓ જાણી વહીતંત્ર સમક્ષ રજૂ કરીને તેને હલ કરવાના પ્રયત્નો કર્યા હતાં. કિરણ પાડવી (પટેલ) ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે.તેમનાં માતા ગંગાબેન પટેલ ગૃહિણી છે.અને તેમનાં પિતા સુનિલભાઈ પટેલ ખેડૂત અને સામાજિક કાર્યકર છે. કિરણ પાડવીએ બી.ઈ સિવિલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો છે.તેઓ છેલ્લા ચાર વર્ષથી સપરધાતમક પરીક્ષાઓની તૈયાર કરી રહ્યાં હતાં.અને તેમણે અંતે પાંચમાં ઈન્ટરવ્યુમાં સફળતા મેળવી છે.