વલસાડ

વાપી ની સેલ્બી હોસ્પિટલે કોરોના ના એક દરદી ની આશરે બે થી ત્રણ કલાક ની સારવાર કરી હતી સારવાર દરમિયાન દરદી નું મરણ થયું હતું પરંતુ હોસ્પિટલ ના સંચાલકો એ દરદી ના સ્વજન પાસે ૪૧ ૭૯૬ રૂપિયા ની વસુલાત કરતા મૃતક દરદી ના સ્વજનો માં રોષ ભભૂખ્યો હતો

એક તરફ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ આખા વિશ્વ માં મોત નું તાંડવ કરી રહ્યું છે સંક્રમિત દરદીઓ કોરોના થયા નું જાણી તેની દહેશત માં આવી જઈ સમય પહેલા જ દમ તોડી રહ્યા છે બીજી તરફ માનવતા ખોઈ બેસેલા કેટલાક વેપારીઓ માનવતા ને નેવે મૂકી રેમડીસીવીર ઈન્જેકશન ની કાળા બજારી કરી રહ્યા છે દરદીઓ ને હોસ્પિટલો માં ઓક્સિજન કે વેન્ટિલેટર મળતું નથી હવે હોસ્પિટલો માં બેડ ખાલી ન હોવાનું હવાલો આપી હોસ્પિટલ સંચાલકો ના દલાલો દરદીઓ પાસે બેડ ની સેટિંગ કરી આપવા માટે ૧૦ થી ૧૫ હજાર એક્સ્ટ્રા રૂપિયા ઉઘરાવી બેડ અપાવી રહ્યા ની દરદીઓ માં બુમ ઉઠી છે.આવા કપરા કાળ માં કેટલાક હોસ્પિટલ ના સંચાલકો માત્ર ને માત્ર રૂપિયા ને જ મહત્વ આપી રહ્યા છે. નવસારી જિલ્લા ના ખેરગામ તાલુકા ના કાકડવેરી નિશાળ ફળિયા ના ૫૮ વર્ષીય કોરોના ના દરદી કનુભાઈ પટેલ કોરોના સંક્રમિત થતા ચીખલી ની એક હોસ્પિટલ માં છ-સાત દિવસ કોરોના ની સારવાર લીધી હતી જ્યાં તેમની તબિયત માં થોડો સુધાર આવતા તેવો રજા લઈ ઘરે આવ્યા હતા ઘરે આવ્યા ના બીજે દિવસે તેમની તબિયત ફરી બગળી હતી જે બાદ તેમના પરિવાર જનો એ કનુભાઈ ને વાપી ની નામાંકિત સેલ્બી હોસ્પિટલ માં દાખલ કર્યો હતો દાખલ કર્યા ને બે ત્રણ કલાક ના સારવાર બાદ તેવો હોસ્પિટલ માં મરણ પામ્યા હતા જે બાદ હોસ્પિટલે ૪૧, ૭૯૬ રૂપિયા નું બીલ પધરાવી દીધુ હતું મૃતક ના સ્વજન ના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલ ના સંચાલકો એ દરદી ને માત્ર બે થી ત્રણ કલાક સુધી જ સારવાર કરી હતી એટલી વાર માં દરદી નું મરણ થયું હતું. માત્ર બે થી ત્રણ કલાક ની સારવાર ના ૪૧ ૭૯૬ રૂપિયા જેટલી મસમોટી રકમ વસૂલી કરી રહેલ હોસ્પિટલ સામે મૃતક ના સ્વજનો માં રોષ ભભૂકી ઉઠ્‌યો હતો પરંતુ પોતા ના સ્વજન ગુમાવી રહેલ પીડિતો એ મજબૂર થઈ બીલ ચૂકવી દીધું હતું બીલ ચૂકવ્યા બાદ હોસ્પિટલે મોડેથી મૃતદેહ આપ્યું હતું.