અમદાવાદ-

જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા હાર્દિક પટેલ વોર્ડ નં-2 વિરમગામ આઇટીઆઈ મતદાન મથક ખાતે મતદાન કરવા પહોંચ્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસના ઉમેદવારને નહીં આપી શકે મત કારણકે વોર્ડ નંબર-2માં કોંગ્રસે ઉમેદવાર જાહેર નથી કર્યા. અમદાવાદ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસને મત ના આપી શક્યા. હાર્દિક પટેલે વિરમગામમાં જ્યાં મતદાન કર્યું, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપ-અપક્ષની પેનલ છે. અહીં કોંગ્રેસને વોર્ડ નંબર 2 માં કોઈ ઉમેદવાર ન મળ્યા. વિરમગામમાં અપક્ષ ઉમેદવારો ઉભા રાખવાની વર્ષોની પરંપરા છે.