છોટાઉદેપુર-

જિલ્લાના નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 16 બેઠકોને લઈ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણીની ચર્ચા વિચારણા ચાલી રહી હતી. જેને લઈ નસવાડીના માર્કેટ બિલ્ડીંગ ખાતે ખેડૂત, વેપારી અને સહકારી ખરીદ વેચાણ સંધ આમ ત્રણ વિભાગની ચૂંટણીને લઈ મતદાન થયું હતું. જેની મતગણતરી પૂર્ણ થતાં સહકાર પેનલના 15 ઉમેદવાર તેમજ એક અપક્ષ ઉમેદવાર વિજેતા થયા હતા. જેમાં ખેડૂત વિભાગમાં સહકાર પેનલના 10 ઉમેદવાર વિજય થયા હતા, જ્યારે ખરીદ વેચાણ સંઘના પણ 2 ઉમેવાર વિજય થયા હતા તો વેપારી વિભાગના 3 ઉમેદવાર વિજેતા થયા હતા.