'સુશાંત ડે' પર EX ગર્લફ્રેન્ડે શેર કર્યો વિડીયો,જોઇને તમારુ દિલ હચમચી જશે!
21, જાન્યુઆરી 2021

મુંબઇ

આજે સુશાંત સિંહ રાજપૂતની જન્મતિથિ છે ત્યારે ફેન્સ, મિત્રો અને પરિવારજનો તેની સાથેના જૂના વિડીયો કે તસવીરો શેર કરીને તેને યાદ કરી રહ્યા છે. 'સુશાંત ડે' પર દિવંગત એક્ટરની કો-સ્ટાર અને પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ પણ એક અનસીન વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં સુશાંત તેમના પાલતુ ડોગ સ્કોચ સાથે મસ્તી કરતો જોવા મળે છે.

વિડીયોમાં સુશાંત સ્કોચ સાથે દોડાદોડી અને મસ્તી કરતો જોવા મળે છે ત્યારે અંકિતાએ કહ્યું કે, તે હંમેશા SSRને 'ખુશ, ઈન્ટેલિજન્ટ, રોમેન્ટિક, પાગલ અને મોહક' વ્યક્તિ તરીકે યાદ રાખશે. અંકિતાએ એમ પણ લખ્યું કે સ્કોચ હવે સુશાંતને પહેલા કરતાં પણ વધારે યાદ કરે છે. આ વિડીયો પર સુશાંતની બહેને કોમેન્ટ કરીને લખ્યું છે, 'ખૂબ સ્વીટ વિડીયો છે.' 


અંકિતાએ વિડીયો શેર કરતાં લખ્યું, '#sushantday મને નથી ખબર કે ક્યાંથી અને કેવી રીતે શરૂ કરું પરંતુ હા, હું આજે તારા કેટલાક જૂના વિડીયો શેર કરીશ જેથી તને સેલિબ્રેટ કરી શકાય સુશાંત. મારી પાસે તારી આ જ યાદો છે અને હું હંમેશા આ રીતે જ યાદ રાખીશ. ખુશ, ઈન્ટેલિજન્ટ, રોમેન્ટિક, પાગલ અને મોહક. સ્કોચ તને હંમેશા યાદ કરતો હતો અને કદાચ હવે વધારે મિસ કરે છે. હું પ્રાર્થના કરીશ અને મને ખબર છે કે તું જ્યાં પણ છે ત્યાં ખૂબ ખુશ છે. હેપી બર્થ ડે ટુ યુ. તને હંમેશા યાદ કરીશું. #memoriesforlife ' 

અત્રે નોંધનીય છે કે, સુશાંત અને અંકિતા રિલેશનશીપમાં હતા ત્યારે તેમણે એક કૂતરું પાળ્યું હતું જેનું નામ સ્કોચ છે. કપલના બ્રેકઅપ બાદ સ્કોચ અંકિતા પાસે જ રહે છે. ગયા મહિને અંકિતા લોખંડેએ એક એવોર્ડ ફંક્શનમાં સુશાંતને શ્રદ્ધાંજલિ આપી હતી. અંકિતાએ સુશાંતના કેટલાક પોપ્યુલર ગીતો પર ડાન્સ કર્યો હતો, જેમાં તેમની સીરિયલ 'પવિત્ર રિશ્તા'નો ટાઈટલ ટ્રેક પણ સામેલ હતો. સ્પીચમાં અંકિતાએ સુશાંત સાથેની તેની રિલેશનશીપને પવિત્ર અને અમર ગણાવી હતી. જણાવી દઈએ કે, સુશાંત અને અંકિતા સીરિયલ 'પવિત્ર રિશ્તા'માં કામ કરતાં-કરતાં જ પ્રેમમાં પડ્યા હતા. લગભગ 7 વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ તેમણે બ્રેકઅપ કર્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution