કાનપુર-

વિકાસ દુબે એન્કાઉન્ટર સહિત કાનપુરનાં બિકરૂ ગામમાં થયેલી ઘટનાનાં મામલે સુપ્રીમ કાૅર્ટે બુધવારનાં સુનાવણી કરી. આ દરમિયાન સુપ્રીમ કાૅર્ટે યૂપી સરકારને શીખામણ આપી છે કે સરકાર એ સુનિશ્ચિત કરે કે આવી ઘટના ફરીવાર ના થાય. કાૅર્ટમાં કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી ખંડપીઠે તપાસ સમિતિને અપ્રૂવલ આપી. આ સમિતિમાં સુપ્રીમ કાૅર્ટનાં જજ રહેલા બીએસ ચૌહાણ અને પૂર્વ ડીજીપી કેએલ ગુપ્તાને સામેલ કરવામાં આવ્યા છે.

જાણકારી પ્રમાણે કાનપુરમાં ગેંગસ્ટર વિકાસ દુબેનાં એન્કાઉન્ટરનાં મામલે સુપ્રીમ કાૅર્ટનાં પૂર્વ જજ બીએસ ચૌહાણ અને રિટાયર્ડ ડીજીપી કેએલ ગુપ્તાને સામેલ કરવામાં આવશે. જસ્ટિસ ચૌહાણ જ સમિતિની અધ્યક્ષતા કરશે. સુપ્રીમ કાૅર્ટે આ તપાસ સમિતિને ૨ મહિનામાં ઇન્કવાયરી પૂર્ણ કરવાનો આદેશ પણ આપ્યો છે. આ પહેલા સુપ્રીમ કાૅર્ટે બુધવાર સવારે કેસની સુનાવણી કરતા યોગી સરકારનાં સોગંદનામા પર વિચાર કર્યો. તપાસ સમિતિમાં યૂપી સરકારે સુપ્રીમ કાૅર્ટનાં પૂર્વ ન્યાયાધીશ બીએસ ચૌહાણને સામેલ કરવાની વાત કહી છે, જેને માનતા સુપ્રીમ કોર્ટે પોતાના સહમતિ વ્યક્ત કરી છે.

સુનાવણી દરમિયાન સીજેઆઈ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ કહ્યુ કે, મે પણ જસ્ટિસ બીએસ ચૌહાણ સાથે અનેક કેસોની સુનાવણી કરી છે. મે પણ તપાસ સમિતિ માટે તેમના નામની ભલામણ આપી હોત. સુપ્રીમ કાૅર્ટે યૂપી સરકારને કહ્યુ કે, તે આ કેસમાં તપાસ આગામી એક અઠવાડિયામાં શરૂ કરે અને આવનારા ૨ મહિનામાં આને પૂર્ણ કરે. સુપ્રીમ કાૅર્ટે આ દરમિયાન યૂપી સરકારને એ પણ કહ્યુ કે તે એ નક્કી કરે કે આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ના થાય. સુનાવણી દરમિયાન સાૅલિસિટર જનરલ તુષાર મહેતા યૂપી સરકારની પૈરવી કરી રહ્યા હતા, જેમણે સોગંદનામાને અદાલતમાં રજૂ કર્યો.