આણંદ, તા.૧૨ 

આણંદ જિલ્લામાં એક અનોખું અભિયાન ચાલી રહ્યું છે. કોરોના સંક્રમણથી ગ્રામીણ નાગરિકોને બચાવવા જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમાર ના માર્ગ દર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને વિવિધ અધિકારીઓ ફળીએ ફળીએ નાના સમૂહને એકત્ર કરી માસ્ક પહેરવું, હાથ વારંવાર ધોવા, ધનવંતરી રથ આવે ત્યારે ચકાસણી કરાવવી, જરૂરી દવા લેવી જેવી વિવિધ સમજણ આપી રહ્યાં છે.

આ અભિયાન અંતર્ગત તારાપુર ગામે કોરોના મહામારી સામે કેવી રીતે રક્ષણ મેળવવું તે અંગે ગ્રામજનોને ફરજિયાત માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટનસ જળવાય તેની કાળજી રાખવા અવગત કરવામાં આવ્યાં હતાં. આવી જ રીતે ખંભાત તાલુકાના નેજા ગામે કોરોના મહામારી સામે કેવી રીતે રક્ષણ મેળવવું તે અંગે ગ્રામજનો તાલુકા વિકાસ અધિકારી અધિકારીની ટીમ દ્વારા ફરજિયાત માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેની કાળજી રાખવા સમજણ આપવામાં આવી હતી.

ખંભાત તાલુકાના બામણવા ગામે રોડ ઉપર કોરોના વાઇરસનું સંક્રમણ અટકે એ માટે જનજાગૃતિ અંગે રિક્ષા, ટ્રક, દુકાનોના માલિકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેઓને સમજ આપવામાં આવી હતી. ચિખોદરા ગામે કોરોના મહામારી સામે કેવી રીતે રક્ષણ મેળવવું તે અંગે ગ્રામજનોને ફરજિયાત માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતે જાળવવું તેની કાળજી રાખવા અવગત કરવામાં આવ્યાં હતાં.