31, મે 2021
શહેરા, શહેરા ના બોરીયાવી ગામ પાસે પસાર થતી પાનમ નદી મા ગોઝારી ઘટના બન્યા બાદ પણ રવિવારના રોજ પાનમ નદીમાં જાેખમી જળ યાત્રા કરતા હોડી માં લોકો જાેવા મળ્યા હતા. પાનમ નદી પર પુલ બનાવવામાં આવે તેવી સ્થાનિક ગામ સહિતના અન્ય ગામના ગ્રામજનો ની માંગ ઉઠી છે.. પાનમ નદીમાં ગોઝારી ઘટના બને કલાકો થયા હતા. ત્યારે એક તરફ નાવિક નો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.જ્યારે બીજી તરફ જાેખમી જળ યાત્રા કરતા પાનમ નદીમાં લોકો જાેવા મળ્યા હતા. એક નાની હોડીમાં ૧૨ જેટલા લોકો બોરીયાવી ગામેથી બેસીને નદીના કિનારાથી પેલા કિનારે જતા હતા. પાનમ નદીમાં વર્ષ દરમિયાન ત્રણ કે ચાર આવી ઘટના બનતી હોય છે. તાલુકા પ્રશાસન ઉપરોક્ત આ બાબતે કોઈ ગંભીરતા નહિ લેતી હોવાથી ફરીથી પણ આવી ઘટનાનુ પુનરાવર્તન થાય તો નવાઇ નહી, પાછલા ત્રણ વર્ષમાં આ ગામના જાગૃત નાગરિક ના જણાવ્યા અનુસાર ૧૫ થી વધુ લોકોના આ પાનમ નદીમાં ડૂબી જવાથી મોત થયા છે. આ ગામના મહેન્દ્ર સિંહ ડાભી ,ભૂપત સિંહ , સાલમ સિંહ અને જશવતસિંહ તેમજ ક્રાંતિ ભાઈ સહિતના ૧૫થી વધુ ગામના ગામજનોની પાનમ નદી પર પુલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલતો આ બનેલ ઘટનામાં ચાર ના મોત થવા છતાં સમય અને રૂપિયા બચાવવા સાથે ૪૦ કિલો મીટર વાહન લઇને ફરીને નહી જવું પડે એટલા માટે સ્થાનિક ગામ બોરીયાવી સહિત આજુબાજના ગામ ના ગ્રામજનો કામ અર્થે કે સગા સબંધી ના ત્યાં નદીમાં હોડી મા બેસીને ટૂંકો માર્ગ સમજી ને જાેખમી જળ યાત્રા નાછૂટકે એક તાલુકામાંથી બીજા તાલુકામાં જવા માટે કરતા હોય છે. આ બનેલ ઘટના બાદ સંબંધિત તંત્ર જે ગ્રામજનોની માંગ ઉઠી છે પાનમ નદીમાં પુલ બનાવવામાં આવે તે પૂરી થાય છે કે પછી આમ જ જાેખમી જળયાત્રા પાનમ નદીમાં ગ્રામજનોને કરવી પડશે એ તો સમય આવે ખબર પડશે.