કોરોના ગાઈડલાઈનનો ભંગઃ લીંબડી ખાતે લગ્ન પ્રસંગમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા
24, જાન્યુઆરી 2022

સુરેન્દ્રનગર, લીંબડી ખાતે લગ્ન પ્રસંગમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા લગ્ન પ્રસંગમાં માસ્કનો અભાવ તેમજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જાેવા મળ્યો કીર્તિ પટેલ અને સિંગર દિવ્યા ચૌધરી માસ્ક વગર ભીડમાં ગરબે ઘૂમતા હોવાનો વીડિયો વાયરલ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે લગ્ન પ્રસંગમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થયો હતો. લગ્ન પ્રસંગમાં સિંગર દિવ્યા ચૌધરી તેમજ ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિતનાઓ માસ્ક વગર જાેવા મળ્યા હતા. તેમજ સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈ ચકચાર મચી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. ત્યારે બીજી બાજુ સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અને ગુજરાતી સિંગર દિવ્યા ચૌધરી લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે ગરબે ઘૂમતા જાેવા મળ્યા હતા. આ વાયરલ વીડિયોમાં કોરોના મહામારી વચ્ચે ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ અને સિંગર દિવ્યા ચૌધરી લગ્નમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર ભીડમાં ગરબે ઘૂમતા નજરે પડે છે. સામાન્ય લોકો નિયમોનું ઉલ્લંઘન કરે તો તંત્ર દ્વારા કડક કાર્યવાહી અને દંડ વસૂલવામાં આવે છે. જ્યારે ટીકટોક‌ સ્ટાર અને સિંગર સામે હજુ સુધી કોઈ જ પગલા ન લેવાતાં લોકોમાં ચર્ચાઓએ જાેર પકડ્યું છે. આ વાયરલ વીડિયો લીંબડી ખાતે પરમાર પરિવારને ત્યાં લગ્ન પ્રસંગનો હોવાની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. જિલ્લાના લીંબડી ખાતે લગ્ન પ્રસંગમાં સરકારની કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ત્યારે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી વ્યાપક માંગ ઉઠી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution