વડોદરા-

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો પછી રાજકીય હિંસા શરૂ થઈ ગઈ છે. પરિણામના દિવસે જ કોલકાતામાં ભાજપની ઓફિસમાં આગ લગાડવામાં આવી હતી. સોમવારે પણ પાર્ટીના બે કાર્યકર્તાઓની માર-મારીને હત્યા કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં 2 મેના રોજ ચૂંટણી પરિણામ આવ્યા પછી હિંસાના એક પછી એક બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. રાજ્યમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને મળેલી ભારે જીત પછી ભાજપ અને સત્તાધારી દળના કાર્યકરોની વચ્ચે રાજકારણનો ખૂની ખેલ શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 6 જિલ્લામાંથી હિંસાના સમાચાર આવ્યા છે અને બે દિવસમાં લગભગ 12 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યપાલ જગદીશ ધનખડને ફોન કરીને બંગાળમાં આગ લગાડવાના અને હત્યાઓના બનાવો પર ચિંતા વ્યક્ત કરી છે. આ સમયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડડા પણ બંગાળ પ્રવાસે ગયા છે અને તેઓ હિંસાના વિરોધમાં ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. બીજી બાજુ દીદીએ હજુ કાલે જ સતાની કમાન સાંભળી છે ત્યારે દીદીને બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદી ન દેવામાં આવે તેવી ભીતિ સતાવી રહી છે. આ સમયે ભાજપ દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ લરી દેવામાં આવ્યો છે. તેના ભાગરૂપે વડોદરા શેહરમાં પણ દરેક વિધાનસભા દીઠ ભાજપ દ્વારા સોશીયલ ડીસ્ટન્સીગ સાથે વિદોધ કરવામાં આવ્યો છે. આ વિરોધ કાર્યક્રમમાં વડોદરા શહેરના સાસંદ સહિત ધારાસભ્યો સહિત ભાજપના કાર્યકરો જોડાયા હતા.