વલસાડની સેવન ઇલેવન કંપનીમાં ભીષણ આગ, અંદાજે કરોડોનું નુકસાન
27, ઓગ્સ્ટ 2020

વલસાડ-

વલસાડ જિલ્લાના સરીગામ GIDCમાં પૂંઠાના બોક્સનો કલર બનાવતી સેવન ઇલેવન નામની કંપની છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે. આ કંપનીમાં ગુરુવારે વહેલી સવારે 5થી 5:30 વચ્ચે ભીષણ આગ લાગી હતી. જેમાં કંપનીને અંદાજિત રૂપિયા 5 કરોડનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

વલસાડ જિલ્લાના સરીગામ ઔદ્યોગિક વસાહતમાં ગુરુવારે સેવન ઇલેવન નામની કંપનીમાં ભીષણ આગ લાગતા 4થી 5 કરોડનું નુકસાન થયું છે. જો કે, આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. તેમજ પાંચ કલાકની જહેમત બાદ આગ પર 11 જેટલા ફાયર બ્રાઉઝર વડે કાબૂ મેળવાયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution