વીરપુર  હાલના સમય માં ઠેર ઠેર હાઇવે રોડ બનાવમાં આવેલ છે પરંતુ અમુક સ્થળે રસ્તા પર બમ્પ મુકવામાં આવેલ નથી જેના કારણે અવાર નવાર મોટા મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને ગના લોકો અકસ્માત દરમ્યાન જીવ જાય છે.વીરપુર બેન્ક બોફ બરોડા સામે રસ્તા ઉપર ચોકડી આવેલ છે એ ચોકડી ઉપર અવાર નવાર અકસ્માત સર્જાય છે.બેન્ક ઓફ બરોડા સામે મહાલક્ષ્મી પાર્ક સોસાયટી,યોગેશ્વર પાર્ક સોસાયટી આવેલ છે અને દુકાનો પણ આવેલી છે જેના કારણે આ સ્થળ પર અસહ્ય પબ્લિક નો મેળો રહે છે અને જેના કારણે હાઇવે પર થી પસાર થતા વાહનો ફૂલ સ્પીડ માં હોકેને કારણે અને ચોકડી ઉપર બમ્પ ન હોવાને કારણે વારંવાર નના મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે.આ સ્થળ પર બમ્પ મુકવા માટે સ્થાનિક લોકો અને દુકાનદારો દ્વારા અવાર નવાર રજુવાત કરવા છતાં તંત્ર ના પેટનું પાણી હલતું નથી.લોકો ની માંગણી છે કે સત્વરે અને ઝડપથી બેન્ક ઓફ બરોડા સામે હાઇવે ઉપર બમ્પ મુકવામાં આવે જેથી કરી ને કોઈ વ્યક્તિ નો અકસ્માત માં જીવ ના જાય અને અકસ્માત થતા રોકી શકાય.