26, જુન 2021
સોમનાથ,તાજેતરમાં જ ગુજરાતના ધૈર્યરાજ નામના બાળકને જીસ્છ નામની બીમારી હતી, જેની મદદ માટે સમગ્ર દેશભરમાંથી રૂપિયા એકઠા થયા હતા. તેના બાદ આખરે ધૈર્યરાજને ૧૬ કરોડનું મોંઘુદાટ ઈન્જેક્શન લગાવાયું હતું. ધૈર્યરાજ જેવા જ ગીર સોમનાથના બાળકને પણ આવા જ ઈન્જેક્શનની જરૂર છે. જાે તેને આ ઈન્જેક્શન નહિ મળે તો તેના જીવને પણ જાેખમ છે. ગીર સોમનાથના આલિદર ગામના વિવાન નામના બાળકને સ્પાનલ મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી છે. વિવાનની બીમારીને લઈને તેનો પરિવાર ચિંતામાં મૂકાયો છે.
૧૬ કરોડના ખર્ચને લઈ વિવાનના માતા-પિતા લોકો પાસે મદદ માંગી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના આલિદર ગામનો અઢી માસનો વિવાન ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા અશોકભાઈ વાઢેળ પોતાના એકના એક દીકરાને લઈ ચિંતિત બન્યા છે. અશોકભાઇના કહેવા મુજબ થોડા સમય પહેલા વિવાન બીમાર પડતા અને તેને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને જુનાગઢ ખાતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી તેના રિપોર્ટ ચેન્નઈ મોકલાયા હતા. બાદમાં માલુમ પડ્યું કે વિવાન જદ્બટ્ઠ નામની બીમારીથી પીડાઈ રહ્યો છે. જે બીમારી ધૈર્યરાજને હતી, તે જ બીમારી વિવાનને પણ છે. ભાગ્યે જ જાેવાં મળતી બિમારીથી વિવાનને બચાવવા ૧૬ કરોડનું ઈન્જેકશન આપવું પડશે તેવું નિષ્ણાતોએ જણાવ્યું છે.