માંડવી માંડવી નગર અને તાલુકામાં દિન-પ્રતિદિન વધતા જતા કોરોના કેસેને ધ્યાનમાં લઈ માંડવી વ્યાપારી મંડળ દ્વારા તા. ૦૬-૦૪-૨૦૨૧ થી તા. ૧૫-૦૪-૨૦૨૧ સુધી ૧૦ દિવસ માટે બપોરે ૦૩ઃ૦૦ વાગ્યા પછી સ્વૈચ્છીક રીતે બજાર બંધ રાખવાનો ર્નિણય લેવાયો. માંડવી વ્યાપારી મંડળનાં પ્રમુખ યોગેશભાઈ સુખડીયા દ્વારા પોતાનાં મંડળ સાથે ચર્ચા વિમર્શ કરી માંડવી પ્રાંત અધિકારી ડૉ. જનમ ઠાકોર, માંડવી પાલિકા પ્રમુખ રેખાબેન વશી અને માંડવી તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રાજુભાઇ ચૌધરી ને માંડવી પ્રાંત કચેરી ખાતે માંડવી નગર ભાજપ સંગઠનનાં પ્રમુખ નટુભાઈ રબારીની ઉપસ્થિતિમાં દિન-પ્રતિદિન વધતા જતા કોરોના કેસોને ધ્યાનમાં લઈ તા. ૦૬-૦૪-૨૦૨૧ થી તા. ૧૫-૦૪-૨૦૨૧ સુધી ૧૦ દિવસ માટે અનાજ કારીયાણા, શાકભાજી અને ફળોની દુકાનો બપોરે ૦૩ઃ૦૦ વાગ્યા પછી સ્વૈચ્છીક રીતે બંધ રાખવાનું જણાવ્યું હતું. આવશ્યક સેવાઓ જેમકે મેડિકલ, દૂધ તેમજ હોટલો કે ખાવાની લારીઓ વગેરે રાત્રે ૦૯ઃ૦૦ વાગ્યા સુધી ચાલુ રાખવાનું પણ જણાવ્યું હતું. તેમજ ૧૦ દિવસ બાદ કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ સમય મર્યાદામાં ફેરફાર કરવાનું પણ મંડળનાં પ્રમુખ દ્વારા જાવવામાં આવ્યું હતું. તમામ ઉપસ્થિત અધિકારીઓ દ્વારા માંડવી વ્યાપારી મંડળની તંત્રને સહકાર આપતી આ કામગીરીની સરાહના કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ દરેકને કોરોનાની વેક્સિંગ લેવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.