ગનિયાબારીના મતદારો ૬ કિ.મી. દૂર મતદાન કરવા મજબૂર
23, નવેમ્બર 2022 693   |  

નસવાડી, તા.૨૨

નસવાડીના ડુંગર વિસ્તારના મતદારો મત આપવા આઝાદીના આટલા વર્ષો પછી પણ પાક્કા રસ્તાના અભાવે ૬ કીમી કાચા રસ્તા ઉપર પગપાળા જવા મજબુર બની રહ્યા છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના મતદારો આઝાદીના આટલા વર્ષો પછી પણ તેમનો મત આપવા માટે ૩ થી ૭ કીમી દૂર આવેલ મતદાન મથક પર પગપાળા જાય છે.નસવાડીના ડુંગર વિસ્તારના ગનીયાબારીના ૨૫૦ મતદારો વાડિયા મતદાન મથક પર કાચો રસ્તો હોય ૬ કીમી દૂર પગપાળા મતદાન કરવા વર્ષોથી આવે છે. ખેંદા ગામના મતદારો પીપલવાળી મતદાન કરવા જાય છે. જે મતદાન મથક ૬ કીમી દૂર છે. ડુંગર વિસ્તારના કુપ્પા ગામે ગનીયાબારી તૅમજ ખેંદાના મતદારોને વાડિયા મતદાન મથક નજીક પડે છે પરંતુ અધિકારીઓ મતદાન મથકની ફાળવણી કરતી વખતે સ્થાનિક કક્ષાએ મુલાકાત લેતા નથી અને ઓફીસમાં બેઠા બેઠા મતદાન મથકની રચના કરી દેવામાં આવે છે જેનો ભોગ મતદારો બને છે નસવાડી તાલુકા ના અનેક મતદાન મથકો એવા છે. જેમા મતદાન કરવા મતદારો દૂર દૂર થી આવવા મજબુર થવું પડે છે. જે ડુંગર વિસ્તારના મતદારો છે. તેઓને આઝાદીના વર્ષો બાદપણ પાકા રસ્તાની સુવિધાઓનો આભાવ છે.જેના કારણે વાહનો ચાલે તેવા રસ્તા નથી જેના કારણે પગપાળા જવુ પડે છે.જયારે સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ હજુ સુધી મતદારોને પાક્કા રસ્તા મળ્યા નથી પરંતુ આઝાદીનો સાચો આંનદ મેળવવા માટે અને લોકશાહીનો પર્વની ઉજવણીમાં આ આદિવાસી મતદારો આજે પણ મતદાન કરે છે અને પોતાના ઉમેદવારને મત આપે છે ત્યારે મત લઈને જતા રહેનાર ઉમેદવારો આ મતદારો પર્તે પ્રેમ ભાવ રાખી ચૂંટણી પછી આવનાર ચૂંટણીઓમાં નજીકમાં મતદાન મથક અને પાક્કા રસ્તાની સુવિધા મળે તેવી મતદારો માંગ કરી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution