શિક્ષણ બોર્ડના સભ્યોની પસંદગી માટે ડભોઇ ખાતે ત્રણ તાલુકાના શિક્ષકો દ્વારા મતદાન
25, સપ્ટેમ્બર 2021

ડભોઇ

ડભોઇ મતદાન મથક દયારામ સ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ના સભ્યની પસંદગી માટે ચૂંટણીનિમિત્તે સવાર થી જ શિક્ષકો એ મતદાન શરૂ કર્યું હતું ૫૧૫ મતદાર શિક્ષકો એ મત આપી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ના ૬ વિભાગ ના ઉમેદવારો ની પસંદગી માટે મતદાન ભારે ઉત્સાહ સાથે અને શાંતિ પૂર્ણ માહોલ માં કર્યું હતું. સમગ્ર ગુજરાત માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યની ચૂંટણી યોજવામાં આવી હતી. ડભોઇ, શિનોર અને વાઘોડિયા ના ૫૧૫ શિક્ષકો એ ડભોઇ ની દયારામ સ્કૂલ મતદાન મથક ઉપર મતદાન વહેલી સવાર થી શરૂ કરવામાં આવ્યું હતું. માધ્યમિક શિક્ષણ બોર્ડના કુલ ૬ જુદા જુદા વિભાગ માંથી બે પક્ષો દ્વારા ઉમેદવારી નોધાવી કુલ ૨૪ ઉમેદવારો વચ્ચે મતદાન કરવામાં આવ્યું હતું

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution