આજે વડતાલ મેનેજિંગ ટ્રસ્ટીબોર્ડ ગૃહસ્થ વિભાગની ચૂંટણીનું મતદાન
14, માર્ચ 2021

નડિયાદ : આજે વડતાલ મેનેજિંગ ટ્રસ્ટીબોર્ડ ગૃહસ્થ વિભાગની ચૂંટણીનું મતદાન યોજવામાં આવ્યું છે. સવારે ૭ઃ૩૦થી સાંજે ૫ઃ૩૦ સુધી મતદાન થશે. વડતાલ સંસ્થામાં આસ્થા ધરાવતાં ૭૨ હજાર ભક્તો પોતાના મતાધિકારનો ઊપયોગ કરશે. વડતાલ, સુરત, રાજકોટ, મુંબઈ, જલગાંવ (મહારાષ્ટ્ર) અને કુક્ષી (મધ્યપ્રદેશ)માં મતદાન થશે. તા.૧૫એ મતપેટીઓ વડતાલ આવશે અને તા.૧૬એ મત ગણતરી થશે. વિજેતા બનશે તે ટીમ વડતાલ મંદિર અને તેનાં તાબાના મંદિરો સાથે નિઃશુલ્ક હોસ્પિટલ, સંસ્કૃત પાઠશાળા, ગૌશાળા વગેરેનો વહિવટ સંભાળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડતાલ બોર્ડના કુલ સાત પૈકીના ત્રણ સીટ બિનહરીફ જાહેર થયેલી છે. સાધુ વિભાગમાં શ્રીદેવપ્રકાશદાસજી સ્વામી (ચેરમેન), પાર્ષદ ઘનશ્યામ ભગત, અને બ્રહ્મચારી પ્રભુતાનંદજી. આ ત્રણ ત્યાગી બિનહરીફ થયાં છે અને ત્રણેય દેવપક્ષના છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution