આસામ

આસામ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં આજે 39 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. જયારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને મતદાન રેકોર્ડ કરવાની અપીલ કરી છે. રાજ્યમાં બપોરે ૧૨ વાગે સુધીમાં કુલ 27.45 ટકા મતદાન નોંધાયું છે. જેમાં રાજ્યની 39 બેઠકો પર 26 મહિલાઓ સહિત 345 ઉમેદવારો મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં આસામની કુલ 126 વિધાનસભા બેઠકોમાંથી, 27 માર્ચે 47 બેઠકો પર મતદાન થયું છે. રાજ્યમાં છેલ્લા તબક્કાની ચૂંટણી 6 એપ્રિલના રોજ યોજાશે અને પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવશે.

કોંગ્રેસ નેતા સુષ્મિતા દેવે સિલ્ચર મતદાન મથક નંબર 146-148 પરથી મતદાન કર્યું હતું. બીજા તબક્કામાં આસામમાં 13 જિલ્લાના 39 મત વિસ્તારોમાં માટે મતદાન ચાલુ છે.

આસામ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 39 બેઠકો પર મતદાનથી પાંચ મંત્રીઓ વિધાનસભાના ઉપાધ્યક્ષ અને કેટલાક મહત્વપૂર્ણ વિપક્ષી નેતાઓનું રાજકીય ભાગ્ય નક્કી થશે

Assam માં આ તબક્કામાં શાસક ભાજપ 34 બેઠકો પર ચુંટણી લડી રહી છે જ્યારે તેના સાથી પક્ષો, અસોમ ગણ પરિષદ (એજીપી) અને યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ્સ (યુપીએલ) અનુક્રમે છ અને ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે. જો કે, પાથરકાંડી અને અલ્ગાપુરમાં ભાજપ અને એજીપી વચ્ચે મૈત્રીપૂર્ણ હરીફાઈ છે. મજબત અને કાલીગાંવમાં પણ ભાજપ અને યુપીએલ વચ્ચે મૈત્રી સંઘર્ષ છે.

કોંગ્રેસ જે મહાગઠબંધન સાથે જોડાયેલી છે તે 28 બેઠકો પર ચુંટણી લડશે. જ્યારે એઆઈયુડીએફ સાત અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ) ચાર બેઠકો પર વિપક્ષ સામે બે બેઠક પર ચૂંટણી મેદાનમાં છે.નવી રચાયેલી Assam જાતિયા પરિષદ (એજેપી) 19 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આ તબક્કામાં એનડીએ અને ગ્રાન્ડ એલાયન્સની 25 બેઠકો પર સીધી હરિફાઈ છે. જ્યારે બાકીની બેઠકો ત્રિકોણીય હરીફાઈમાં જોવા મળી રહી છે.

ભાજપના પ્રધાન પરિમલ શુકલાવૈદ્યની કોંગ્રેસના ઉમેદવાર કામૈયા પ્રસાદ માલા સાથે સીધા હરિફાઈમાં છે. ભાજપના વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અમીનુલ હક લસ્કરની સોનાઇમાં એઆઈયુડીએફના કર્મીઉદ્દીન બારભુયા સાથે સીધી લડાઈ છે. મંત્રી પીજુષ હઝારિકાની જાગીરોડ બેઠક (એસસી માટે અનામત) પર કોંગ્રેસના સ્વપન કુમાર મંડળ અને એજેપીના બુબુલ દાસ સાથે ત્રિકોણીય લડાઈ છે. તેમના મંત્રીમંડળના સહયોગી ભાવેશ કાલિતા રંગીયા મત વિસ્તારના એજેપીના બાબુલ શાહરીયા સાથે સીધી લડતનો સામનો કરશે.