ડુંગરી પોલીસ સ્ટેશનના દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપી ઝડપાયો
01, એપ્રીલ 2021

વલસાડ, ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે વલસાડ જિલ્લાના ડુંગરી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૨૦૮/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫એઇ,૮૧,૯૮(૨) મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હિતેશભાઇ ઘનશ્યામભાઇ પોલારા રહે.પુણાગામ, યોગી ચોક, તા.જી. સુરત મુળ કિકરીયા, તા.મહુવા, જી.ભાવનગર વાળા પીળા કલરનો વાદળી કલરનુ જિન્સ પેન્ટ પહેરીને ભાદરા ગામ અને દુધાળા નં.૨ ગામ વચ્ચે આવેલ દેવાંગી પેટ્રોલ પંપે પાસે ઉભેલ છે. તેવી હકીકત મળતા જે હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત હકીકતના વર્ણન વાળો ઇસમ મળી આવતા તેનુ નામઠામ હિતેશભાઇ ઘનશ્યામભાઇ પોલારા ઉ.વ.૨૫ ધંધો.મજુરી રહે.પુણાગામ, યોગી ચોક, તા.જી. સુરત હાલ કિકરીયા, તા.મહુવા, જી.ભાવનગર વાળો હોવાનુ જણાવેલ અને ઇસમ વલસાડ જિલ્લાના ડુંગરી પો.૯ પ્રોહી કલમ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હોય અને જેથી મજકુર આરોપીને હસ્તગત કરીને આગળની કાર્યવાહી માટે મહુવા પો.સ્ટે. જી. ભાવનગરને સોપી આપેલ છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution