‘વોન્ટેડ’ અભિનેત્રી આયેશા ટાકિયાએ બાલીવુડ બુલિંગ પર અનુભવ શેર કર્યો
19, જુન 2020

સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા બાદ બાલીવુડમાં થતાં નેપોટિઝમ અને બુલિંગ પર ખુબ જ ચર્ચા થઈ રહી છે. સુશાંતના મોત પાછળ પણ કયાંકને કયાંક આ કારણોને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન અભિનેત્રી આયેશા ટાકિયાએ પણ આ અંગે પોતાના અનુભવ શેર કર્યા છે.અભિનેત્રી આયેશા ટાકિયાએ પણ બાલીવુડમાં થતાં બુલિંગ પર પોતાનો અનુભવ શેર કર્યો છે. આયેશા ટાકિયાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી બાલીવુડમાં થતાં બુલિંગ અંગે ખુલાસો કર્યો છે. તેમણે લખ્યું કે, ‘ટ્રોલિંગ અને કામની જગ્યાએ બુલિંગના મને પણ અનુભવો થયા છે. હું આના પર દિલ ખોલીને વાત કરવા માગુ છું. જો કોઈ તમને નીચા દેખાડવાની કોશિશ કરતા હોય તો તેમનો વિરોધ કરો.’’વોન્ટેડ’ અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, ‘એ માની લો કે તમે સૌથી ખાસ છો. તમે તમારા હક માટે લડવા તૈયાર છો. તમે ઉજ્જવળ અને અલગ છો’.પોતાના મનની વાત ફેન્સ સમક્ષ કરતાં તેમણે કહ્યું કે, ‘કોઈને કોઈ સાથે વાત કરતા રહો. લોકો સુધી તમારી વાત પહોંચાડો. ડાયરી પર પોતાની વાત લખો અથવા ઓનલાઈન કોઈ સાથે વાત કરો. પંરતુ બીજા કોઈને ખુદ પર હાવી ન થવા દો. ખોટા બકવાસને સહન ન કરો. મને ખબર છે કે આ બધું કહેવું સરળ છે. છતાં તમારે આ કરવું પડશે. આ કરવાની જરૂર છે. કોઈને કોઈ તો તમને સાંભળશે જ. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution