બોડેલી

બોડેલી તાલુકાની અલીખેરવા જૂથ ગ્રામ પંચાયત ની ચુંટણીને હજુ બે થી ત્રણ માસ બાકી છે તે પહેલા જ વોર્ડ ની રચનાનો પત્ર સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેને લઇ અસમંજસ ની સ્થિતિ નું નિર્માણ થયું છે બોડેલી તાલુકાની અલીખેરવા જૂથ ગ્રામપંચાત ની ચૂંટણીને લગભગ બે ત્રણ મહિના બાકી છે ત્યારે તંત્ર દ્રારા જાહેરનામું બહાર પાડવામા આવ્યું નથી તો પછી વોર્ડની રચનાનો પત્ર સોસીયલ મીડિયામાં ભારે વાઇરલ થતા અસમંજસની સ્તિથિની સાથે રાજકીય ગરમાવો પણ જાેવા મળી રહ્યું છે વાઇરલ થયેલ પત્ર મા અલીખેરવા વિસ્તારના ૧૪ વોર્ડ બતાવવામા આવ્યા છે જેમાં કયા વોર્ડમા કોણ ચૂંટણી લડી શકે તેનો પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે પંચાયત ના સદસ્યો જે વોર્ડ માંથી ચૂંટણી જીતીને પંચાયતમા હોદ્દેદારો બન્યા છે તેમાં કોઈ ફેરફાર કરવામા આવ્યો નથી

તો બીજા અન્ય વોર્ડમા વોર્ડ ની રચનામા ફેરફારો કરી દેવાયા હોવાનું લાગી રહ્યું છે જે વોર્ડમા પંચાયતના ખાસ હોદ્દેદારો છે તે વોર્ડ બિન અનામત ,ઓપન અને યથાવત રાખવામા આવ્યો હોવાનો લઇ ગણગણાટ શરૂ થયો છે. જાહેરનામું બહાર પાડવામા આવ્યું નથી તો પછી વોર્ડની રચનાનો પત્ર સોસીયલ મીડિયામાં ભારે વાઇરલ થતા અસમંજસની સ્તિથિની સાથે રાજકીય ગરમાવો પણ જાેવા મળી રહ્યું છે