ચેતવણી સમાન કિસ્સોઃ ધોરણ 10ની છાત્રા સાથે વેનચાલકે 3 વાર કર્યું દુષ્કર્મ
12, નવેમ્બર 2020

સુરત-

સુરતના પુણા વિસ્તારમાં રહેતી ધો.૧૦ માં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય તરુણીને સ્કૂલે લેવા-મુકવા જતા ૩૨ વર્ષીય વેન ચાલકે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ત્રણ વખત શરીર સંબંધ બાંધ્યો હતો. તે અંગે વેન ચાલકની પત્નીને જાણ થઈ જતા ચાલકે પત્ની અને બહેન સાથે મળી તરુણીનું અપહરણ કરીને માર મારી છોડી દીધી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પુણા વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય યુવાનની ધો.૧૦ માં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય બહેનને સ્કૂલ વેનની વર્દી મારતો જગદીશ મહેશભાઈ અગ્રવાલ ( ઉ.વ. ૩૨, રહે.ફ્લેટ નં.૨૦૫, સિલ્વર પ્લાઝા એપાર્ટમેન્ટ, ભૈયાનગર, પુણા ગામ, સુરત. મૂળ રહે. ઘર નં.૫, અગ્રવાલ સદન, પોલીસ કોલોની પાસે, જલમહલ, જયપુર, રાજસ્થાન) વર્ષ ૨૦૧૮ થી સ્કૂલે લેવા-મુકવા આવતો હતો. તે દરમિયાન જગદીશે તરુણીને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેને લગ્નની લાલચ આપી ત્રણ વખત જુદીજુદી જગ્યાએ લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution