અમદાવાદ, છેલ્લા કેટલાક દિવસોથી હાર્દિક પટેલની સ્ટાઈલ પરથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તે કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ છે. જાે કે, તેમણે તેમના પિતાની પુણ્યતિથિ પર જે કહ્યું તેના પરથી એવું લાગે છે કે પાર્ટી હાઈકમાન્ડ સાથે ચાલી રહેલ ઝઘડો શમી ગયો છે. હાર્દિકના પિતાની પુણ્યતિથિ પર આયોજિત કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહ્યું હતું કે, અમારો ટાર્ગેટ ૨૦૨૨માં રાજ્યમાં સરકાર બનાવવાનો છે અને આમાં હાર્દિક પટેલે મહત્વની ભૂમિકા ભજવવાની છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે તેને કોંગ્રેસમાં સાઈડલાઈન કરવામાં આવ્યો છે. જાે કે, તેમણે આ માટે રાજ્ય એકમને જવાબદાર ઠેરવ્યું હતું. દરમિયાનમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે કોંગ્રેસમાં વધુ એક પાટીદાર ચહેરો નરેશ પટેલને સ્થાન આપવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે નરેશ પટેલ પ્રશાંત કિશોરની પસંદગી હતા જાે કે હવે પ્રશાંત કિશોર પણ કોંગ્રેસમાં જાેડાયા ન હોવાથી નરેશ પટેલને સ્થાન ન આપવાનો પણ ર્નિણય લેવામાં આવ્યો છે.મીડિયા સાથે વાત કરતા હાર્દિકે કહ્યું કે, મારા પોતાના સિનિયર નેતાઓ સાથે ક્યારેય મતભેદો થયા નથી. જાે વ્યક્તિગત અંતર હોય તો પણ, મને ખાતરી હતી કે તે સમાપ્ત થશે. હું પાર્ટી સાથે છું અને ગુજરાતના ૬.૫ કરોડ લોકોના ભલા માટે કામ કરવા માંગુ છું.હાર્દિક પટેલે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ ચીફ પાટીલને પણ આમંત્રણ આપ્યું હતું.