ગુજરાતના આ શહેરમાં જળસંકટના ભણકારા, ભાવનગરના 8 ડેમોમાં થોડા દિવસ ચાલે એેટલં જ પાણી
19, ઓગ્સ્ટ 2021

ભાવનગર-

ભાવનગર જિલ્લાના મુખ્ય જળાશયો ગત ચોમાસામાં પડેલા સારા વરસાદને લઇ છલકાઈ ગયા બાદ ચાલુ વર્ષે પડેલા વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થતા જીલ્લાના કાર્યરત ૮ ડેમોમાં હજુ ૫૦% કરતા વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં ભાવનગર સહિત ચાર તાલુકાને પાણી પૂરું પાડતા અને જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં હજુ ૭૦.૪૩% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ વર્ષે પીવાના પાણીની ખોટ નહિ પડે, પરંતુ પિયત માટે માત્ર ૩ થી ૪ પાણ આપી શકાય તેટલો જ જથ્થો ઉપલબ્ધ હોય જેથી સારા વરસાદની સૌ કોઈ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ભાવનગર જિલ્લાના ૧૨ જળાશયો પૈકી કાર્યરત૮૮ જળાશયોમાં હજુ પણ ૫૦% કરતા વધુ પાણી ઉપલબ્ધ છે. જયારે અન્ય ૪ ડેમોમાં હાલ નહીવત પાણીનો જથ્થો મૌજુદ છે.

હાલ વરસાદ ખેંચાયો છે. જેથી જગતનો તાત વરસાદની કાગડોળે રાહ જાેઈ રહ્યો છે. પરંતુ આ સ્થિતિ વચ્ચે પણ પીવાના પાણીની કોઈ પારાયણ સર્જાય તેમ નથી. પરંતુ સિંચાઈ માટે શેત્રુંજી ડેમમાંથી માત્ર ૩ થી ૪ વાર પિયત આપી શકાય એટલુ જ પાણી ઉપલબ્ધ હોઈ સિંચાઈ માટે વરસાદ વહેલો પડે તે જરૂરી છે. ભાવનગર જિલ્લાના મુખ્ય પાંચ મોટા જળાશયો પૈકી પીવાના પાણી અને સિંચાઈ બંને માટે ઉપયોગી અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ એવો શેત્રુંજી ડેમ કે જે હજુ પણ ૨૯.૧૧ ફૂટ એટલેકે ૭૦.૪૩% જેટલો ભરેલો છે. ગત ચોમાસામાં શેત્રુંજી ડેમ પાંચ વર્ષ બાદ ઓવરફ્લો થયો હતો અને જે પૂરી સિઝન દરમ્યાન અનેક વખત ઓવરફલો થયો હતો. તેમજ સતત ૨૯ દિવસ સુધી ડેમના દરવાજા ખોલી નાખવા પડ્યા હતા. જ્યારે ચાલુ વર્ષે પણ ચોમાસાના પ્રારંભે પડેલા સારા વરસાદના પગલે નવા નીરની આવકનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાવનગરની જીવાદોરી પૈકીનું બીજું જળ સ્તોત્ર અને રાજવી પરિવારની દેણ સમું બોરતળાવ પણ ગત વર્ષ ઓવરફલો થયું હતું અને જેમાં પણ હજુ ૬૦% જેટલું એટલે કે ૪૦૦ એમસીએફટી જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આંકડાકીય વિગત મુજબ ભાવનગર જીલ્લાના જળાશયોમાં પાલિતાણાના શેત્રુંજી ડેમમાં ૭૦.૪૩ %, રજાવળ ડેમમાં ૩૯.૬૦%, ખારો ડેમમાં ૭૯.૩૩%, હણોલ ડેમમાં ૪૯.૧૧%, મહુવાના માલણ ડેમમાં ૫૮.૧૩%, બગડ ડેમમાં ૫૫.૭૨%, રોજકી ડેમમાં ૬૫.૮૭%, ઉમરાળાના રંઘોળા ડેમમાં ૬૦.૨૬%, ભાવનગરના લાખણકા ડેમમાં ૧૭.૯૩%, તળાજાના હમીરપરા ડેમમાં ૧.૯૮%, જસપરા (માંડવા) ડેમમાં ૧૭.૪૭%, પીંગલી ડેમમાં ૮૧.૫૨% પાણીનો જથ્થો સંગ્રહિત છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution