સુરેન્દ્રનગર, કચ્છના નાના રણમાં મીઠું પકવતા ૨૦૦૦ અગરિયા પરિવારોને આકરા ઉનાળાની ૪૫ ડીગ્રી આગ ઓકતી ગરમીમાં ૨૦ દિવસે એક વખત પીવાનું પાણી ટેન્કર દ્વારા મળે છે. સોફ્ટવેરની ખામીના કારણે રણમાં પીવાનું પાણી પુરૂ પાડતી એજન્સીને બિલ ન ચૂકવાતા અગરિયા પરિવારોને તંત્રના વાંકે પાણીની એક એક બુંદ માટે રઝળપાટ કરવાની નોબત આવી છે.

પાણી પુરવઠા વિભાગે ગત વર્ષના અને ચાલુ વર્ષના બિલ સોફ્ટવેર ખામીના કારણે ન ચુકવતા કોન્ટ્રાક્ટરે રણમાં પાણી બંધ કરવાની નાછૂટકે લાચારી બતાવી છે. કચ્છના નાના રણમાં ૫૦૦૦ ચો.કિ.મી. વિસ્તારમાં અંદાજે ૨૦૦૦ અગરિયા પરિવારો દર વર્ષ ઓકટોબરથી મે માસ દરમિયાન “કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું” પકવવાનું આકરૂ કામ કરે છે. ત્યારે રણના મીઠું પકવતા અગરિયાઓને ૨૦ દિવસે એક વખત પીવાનું પાણી મળે છે. ત્યારે રણમાં અગરિયા માટે રોજ નહાવાની કલ્પના કરવી એ દુષ્કર બાબત છે. આથી મીઠું પકવતા ૯૮ % અગરિયાઓ આજેય ચામડીના રોગથી પીડાય છે. હાલમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા રણમાં ૫૦૦૦ ચો.કિ.મી. વિસ્તારમાં મીઠું પકવતા ૨૦૦૦ અગરિયા પરિવારોને માત્ર ત્રણથી ચાર ટેન્કરો દ્વારા ટેન્કરો દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. પાણી પુરવઠા વિભાગે ગત વર્ષના અને ચાલુ વર્ષના બિલ સોફ્ટવેર ખામીના કારણે ન ચુકવતા કોન્ટ્રાક્ટરે રણમાં પાણી બંધ કરવાની નાછૂટકે લાચારી બતાવી છે. મીઠું પકવતા ૨૦૦૦ અગરિયા પરિવારોને તંત્રના વાંકે પાણીની એક એક બુંદ માટે રઝળપાટ કરવાની નોબત આવી છે.